• Gujarati News
  • What Happens If Narendra Modi Becomes Pm Of India In Eye Of Pakistan?

મોદી વડાપ્રધાન બને તો સૌથી વધુ ચિંતા પાકિસ્તાનને, અત્યારથી સતાવે છે ડર!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય રાજકારણમાં અત્યારે સૌથી વધુ કોઈ શબ્દ ચર્ચાઈ રહ્યો હોય તો એ છે નરેન્દ્ર મોદી. ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદીની દેશમાં ક્યારેય ના જોવા મળી હોય એવી લહેર હાલમાં જોવા મળી રહી હોય એવું ખુદ પક્ષ અને પક્ષના કાર્યકરો-સમર્થકો દાવો કરી રહ્યાં છે. એટલું જ નહીં, આ લહેર લોકસભાની ચૂંટણીમાં મોદીના માથે વિજયનો તાજ પહેરાવશે એવો આત્મવિશ્વાસ પણ મોદીફેન્સમાં ઉફાણા મારી રહ્યો છે. પણ દેશની વાત બાજૂ પર મુકી દેશના પડોશીની વાત કરવામાં આવે તો? પાકિસ્તાન શું માને છે મોદી અંગે?જો મોદી વડાપ્રધાન બની જાય તો? બીબીસી ઉર્દુ દ્વારા આ વિષય પર એક રસપ્રદ અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. જે અહીં રજૂ કરવામાં આવી રહ્યો છે.

‘નરેન્દ્ર મોદી એક વિવાદાસ્પદ અને મુસલમાન વિરોધી વ્યક્તિ છે, જે સત્તામાં આવે તો પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં કોઈ ખાસ પ્રગતિની અપેક્ષા રાખી શકાય નહીં.’ આ સર્વસામાન્ય મત છે પાકિસ્તાનના સાંસ્કૃતિક પાટનગર ગણાતા લાહોરના લોકોનો.

પાકિસ્તાની મીડિયામાં મોટાભાગે ચર્ચામાં રહેતો કોઈ મુદ્દો હોય તો એ છે આતંકવાદ. જોકે, ધાર્મિક કટ્ટરવાદ અને આતંકવાદને છોડીને ક્યારેક ક્યારેક પાકિસ્તાની મીડિયા ભારતના સમાચારો પર પણ નજર કરી લેતું હોય છે. જોકે, હાલમાં ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ પાકિસ્તાનને કંઈ ખાસ હોટ સ્પોટ નજરે પડતું નથી. પણ જો નરેન્દ્ર મોદીની વાત આવે તો પાકિસ્તાની મીડિયાને પણ ચર્ચા કરવા સૂળ ઉપડે છે.

ગુજરાત રમખાણો તેમજ પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણને કારણે પાકિસ્તાનીઓના મનમાં નરેન્દ્ર મોદી મુદ્દે કોઈ ખાસ સારી છબી નથી. પાકિસ્તાનની સરકાર અને તેની નજીક ગણાતા કટ્ટરવાદીઓ નેતાઓ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતા પાક. મુદ્દે આક્રમક નિવેદનોને મત એકઠા કરવા કરાતી કમઠાણ માત્ર ગણે છે.

પાકિસ્તાનના રાજકારણીઓ શું માને છે મોદી મુદ્દે અને ભારતમાં સંભવિત સત્તા પરિવર્તન અંગે... કટ્ટરવાદી વિચારધારા ધરાવતા મહત્વના લોકોનું મોદી મુદ્દે શું વલણ છે... જો મોદી વડાપ્રધાન બને તો પાકિસ્તાની સૈન્યની કેવીક પ્રતિક્રિયા રહેશે... સંબધિત મુદ્દાઓ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ