હૈયાનનો હાહાકારઃ ફિલિપાઈન્સને કર્યો બરબાદ, ભુખથી ટળવળી રહ્યા છે લોકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફિલિપાઈન્સમાં પ્રચંડ વાવાઝોડાથી દસ હજારથી વધુ લોકોનાં મોતની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે

દરિયાનાં મોજાં ૧૯ ફૂટ ઊંચા ઉછળ્યાં, કલાકના ૨૩પ કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું
- ચોમેર ભારે વિનાશ, વિયેતનામમાં એક લાખને સલામત સ્થળે ખસેડાયા

ફિલિપાઈન્સમાં અત્યાર સુધીના સૌથી વિનાશક વાવાઝોડા હૈયાનને કારણે ૧૦ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. મૃત્યુઆંક હજુ વધવાની દહેશત છે. કાંઠાનાં શહેરો સંપૂર્ણ પણે તબાહ થઈ ગયાં છે. ફિલિપાઈન્સ સરકારની વિનંતી અમેરિકાએ સ્વીકારી છે અને તેનું સૈન્ય બચાવ તેમજ રાહત કાર્ય માટે મોકલશે. ફિલિપાઈન્સના લેયતે પ્રાંતના પોલીસ અધિકારી એલમર સોરિયાના જણાવ્યા અનુસાર વાવાઝોડા હૈયાનથી ૭૦થી ૮૦ ટકા વિસ્તારો બરબાદ થઈ ચૂક્યા છે. ઈમારતો અને માર્ગો જમીનદોસ્ત થઈ ગયા છે. ટેક્લોબેન શહેરના મેયર ટેક્સમ લિમના જણાવ્યા અનુસાર શહેરમાં ૧૦ હજાર લોકોનાં મોતની આશંકા છે. શહેરનું એરપોર્ટ કાટમાળમાં ફેરવાઈ ગયું છે.

વિનાશક વાવાઝોડાનો પહેલો શિકાર સમર દ્વીપ બન્યો હતો. અહીં ૩૦૦ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે બે હજારથી વધુ લોકો લાપતા છે. પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલા તોફાને કલાકના ૩૧પ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનથી ભારે તબાહી મચાવી છે. પર્યટકોના પસંદગીનાં શહેર બોરકે દ્વીપ પર છ હજાર લોકો ફસાયા છે. આ દ્વીપ પણ તોફાનના માર્ગમાં આવતો હતો. વાવાઝોડાને કારણે સમુદ્રમાં છ મીટરથી પણ ઊંચાં ઉછળેલાં મોજાંએ કાંઠાના વિસ્તારોને તબાહ કરી નાખ્યા છે.

હવે દેશમાં ભુખમરાની સ્થિતિનું પણ નિર્માણ થયું છે. લોકો લુટફાટ પણ ચલાવી રહ્યાં છે. રાહત સામગ્રી સાથે આવતાં વાહનો પર પણ લુંટફાટ ચાલવવામાં આવી રહી હોવાના સમાચાર છે.

ગુસ્સાના કારણે લોકોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાલાતે આવેલાં રાષ્ટ્રપતિને પણ ખદેડી મુક્યાં

ફિલિપાઈન્સમાં આવેલા પ્રચંડ વાવાઝોડાની લાઈવ તસવીરો અને વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક...