તમારી રાશિ પર સૂર્ય કઈ રીતે કરે છે અસર? શું કહે છે જ્યોતિષ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૂર્ય એ માત્ર પૃથ્વી માટે મહત્વનો ગ્રહ નથી પણ આકાશ મંડળ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. માનવ અસ્તિત્વથી લઈને પ્રાથમિક કક્ષાના જીવ માટે તેનું મહત્વ છે, માટે વિશ્વની દરેક સંસ્કૃતિમાં તેનું એક દેવ તરીકે મહત્વ રહ્યું છે.

સૂર્ય માનવસંસ્કૃતિમાં મૂળ મહત્વ ધરાવે છે તેથી જ્યોતિષશાસ્ત્રનો પ્રારંભ પણ સૂર્ય-ચંદ્ર અને તેની આસપાસના તારા-નક્ષત્રો અનુસાર થયો છે. જ્યોતિષ માટે માન્ય ગણાતી ભૃગુસંહિતામાં પણ તેનો ઉલ્લેખ આવે છે. સૂર્ય જ્યોતિષ અને ચંદ્ર જ્યોતિષ એવા આપણે ત્યાં જ્યોતિષના બે પ્રકાર પણ પડ્યા છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય સિંહ રાશિના સ્વામી છે. જન્મકુંડળીમાં રાશિઅનુસાર સૂર્યનું ફળ કેવું હોય છે. સૂર્યની ધાતુ તાંબુ છે અને રત્ન માણેક છે. આ પુરુષ શક્તિ ધરાવતો ગ્રહ છે. સૂર્ય આઠમા સ્થાને મૃત્યુનો કારક બને છે. સૂર્ય જો તમારી કુંડળીમાં બળવાન હોય તો તે રાજવી સુખ આપે છે. સૂર્યના મિત્ર ગ્રહો ચંદ્ર, મંગળ અને ગુરુ છે તેની સાથે યોગ રચે તો શુભ ફળ આપે છે અને જો શનિ, શુક્ર કે બુધ સાથે સંયોગ રચે તો તેના શત્રુ ગ્રહ હોઈ અશુભ અસર આપે છે.

સુર્યની ખરાબ અસરથી વ્યક્તિને આંખના રોગ થઈ શકે છે, પિત્ત, માથાનો દુખાવો, હૃદય રોગ, એસિડિટી, લોહીનો વિકાર, હાડકા નબળા પડવા વગેરે રોગો પરેશાન કરી શકે છે.

આગળ જાણો, તમારી જન્મ કુંડળીમાં કઈ રાશિમાં સૂર્ય હોય તો કેવું ફળ પ્રાપ્ત થાય છે.......