તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sting Operations Revelas Fact Behind The Opinion Polls

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપિનિયન પોલ પણ ફિક્સ થાય છે પૈસાથી, ઘનસ્ફોટ થયો સ્ટિંગમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદીને તમામ સર્વેઝ દેખાડે છે અગ્રેસર
કાળા નાણા લેવા અને પરિણામો બદલવા તત્પર

ન્યૂઝ ચેનલ્સ અને અખબાર દ્વારા દર્શાવવામાં આવતા ઓપિનિયન પોલ્સના તારણોને મેનિપ્યુલેટ કરી શકાય છે. સર્વે કરાવનારાઓ તેને ઈચ્છા પ્રમાણે પ્રભાવિત કરી શકે છે. આ ઘટ્ટસ્ફોટ ખાનગી ચેનલ ન્યૂઝ એક્સ્પ્રેસે તેના સ્ટિંગમાં કર્યો છે. ચેનલે દાવો કર્યો છે કે, સી-વોટર સહિતની 11 વિખ્યાત કંપનીઓ ઓપિનિયન પોલ્સને પ્રભાવિત કરવાનું કામ કરી રહી છે. માત્ર નિલ્સન જ એવી કંપની હતી, જે સર્વેને પ્રભાવિત કરવા તૈયાર થઈ ન હતી.

સીવોટરની પ્રતિક્રિયા

સી વોટરના સ્થાપક યશવંત દેશમુખના કહેવા પ્રમાણે, તેઓ છેલ્લા વીસ વર્ષથી આ કામમાં લાગેલા છે. તેમની એક પ્રતિષ્ઠા છે. ન્યૂઝ એક્સપ્રેસ માટે પણ તેમની કંપનીએ અનેક સર્વેઝ કર્યા છે. દેશમુખનો આરોપ છે કે, ન્યૂઝ એક્સપ્રેસના કહેવા પ્રમાણે, તારણ આપવા અને ચેનલ પર હાજર થવા તૈયાર થયા ન હતા. એટલે આ સ્ટોરી પ્રકાશિત કરવામાં આવી રહી છે. ન્યૂઝ એક્સપ્રેસ દ્વારા અધૂરી અને પાયાવિહોણી સ્ટોરી દર્શાવવામાં આવી રહી છે. તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. બીજી બાજુ, લોકસભાની ચૂંટણીઓના પરિણામો આપવા માટે સીવોટર સાથે કોન્ટ્રાક્ટ કરનાર ઈન્ડિયા ટુડેએ કરારને સસ્પેન્ડ કરી દીધો છે. સમૂહનું કહેવું છે કે, તેમના માટે તેમની વિશ્વસનિયતા જ સૌથી મોટું જમા પાસું છે. જેને જોખમમાં નહીં મુકે. કંપનીએ સીવોટર પાસેથી જવાબ પણ માંગ્યો છે.

કંપનીઓ શું કરવા તૈયાર થાય છે, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો