દબંગ મહિલા ધારાસભ્ય, પતિની જાહેરમાં ચપ્પલોથી કરી સરભરા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલાં પતિને ઘરમાંથી બહાર કાઢી ચર્ચામાં આવેલી સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય લક્ષ્મી ગૌતમ ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે તે રસ્તા પર જ જાહેરમાં પતિને મારપીટ કરવાના કારણે ચર્ચામાં આવી ગયાં છે. રવિવારે ધારાસભ્યની પોતાના પતિ સાથે રસ્તા ઉપર જ લડાઇ થઇ ગઇ. તેઓ થોડીવારમાં જ એકબીજાને ગાળો બોલવા લાગ્યાં હતાં અને મારામારી પર ઉતરવા લાગ્યાં હતાં.

સંપતિની દાવેદારીના ઝઘડામાં મહિલાએ તેના પતિને બરાબર ફટકાર્યો હતો. લક્ષ્મી ગૌતમ હવે પોતાની સંપતિ પર દાવેદારી કરવાઅ માંડી છે. આ મામલે જ રવિવારે અક્રુરજીપુરમમાં લક્ષ્મીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બન્ને પક્ષોએ એકબીજા પર ગોળી ચલાવી હોવાના આક્ષેપો પણ કર્યા છે.

આગળ જુઓ, ઘટનાથી જોડાયેલી તસવીરો