તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Shiv Puja Shanidev Chant This Mantra And Puja For Panoti And Sadasati

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે રાત સુધીમાં શિવજીની આ રીતે કરો પૂજા, પનોતિથી મેળવો છુટકારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ મહારાજને પાપ ગ્રહ માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તેવું નથી. શનિ મહારાજ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ઇનામ કે સજા કરે છે. એટલે કે તે આપણા જીવનમાં શિક્ષકની કે ન્યાયધીશની ભૂમિકા ભજવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે કોઈની કુંડળીમાં શનિ મહારાજ પ્રતિકૂળ ભાવમાં હોય તો તેમને તે સ્થાનને અનુલક્ષીને ઘણા ખરાબ પરિણામ મળે છે. નાની પનોતી કે શનિ મહારાજની સાડા સાતીની પનોતી દરેકના જીવનમાં આવે છે અને તે સમય દરમિયાન તેના જીવનમાં સારા-નરસા બધા જ પ્રકારના પ્રસંગો બને છે, અને તે સમય તેના જીવનનો ખુબજ કઠીન સમય માનવામાં આવે છે. મિત્રો, એવું નથી કે શનિ મહારાજ માત્ર અશુભ ફળ જ આપે છે. જેના પર શનિદેવની કૃપા થઈ જાય તેને જીવનભર ક્યારેય પણ કોઈ પરેશાની નથી થતી અને જીવનમાં કલ્પના ના કરી હોય તેટલું બધું શનિ મહારાજ આપે છે.

આ દુઃખો તો ચાલતા જ રહે છે પરંતુ તેની સામે લડવાની ક્ષમતા અને શનિની અશુભ દ્રષ્ટિથી બચવા માટે શિવરાત્રિની રાત અને શિવરાત્રિનો આખો દિવસ ખૂબ જ શુભ હોય છે. આજના દિવસે જો શિવની જે-તે જાતકો જેમને નાની કે મોટી પનોતી ચાલી રહી છે તેઓ જો શિવપૂજા કરે તો તેઓ શનિના કોપથી બચી જાય છે. કારણ કે શિવજી શનિના ગુરુ છે.

(શિવરાત્રિ વિશે સ્પેશિયલ ઉપાયો સૂચવી રહ્યા છે ગિરીશભાઇ પ્ર. જોશી(શ્રીધર પંચાંગ વાળા ભાવનગર)

આગળ વાંચો કંઈ રાશિના જાતકો છે જેમને નાની-મોટી પનોતી ચાલે છે અને તેમને કયા ઉપાય કરવા જોઈએ.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો