કેજરીવાલ બાદ હવે રાહુલબાબા પણ મેદાને ચડશે, ખાડા પૂરવા મંત્રીઓ થયા દોડતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાહુલ ઇફેક્ટ: સરકાર ડેમેજ કન્ટ્રોલમાં લાગી
- રાજરમત: ખારાઘોઢાના અગરિયા આગેવાનો સાથે ગાંધીનગરમાં મંત્રીઓએ બેઠક કરી

સુરેન્દ્રનગર જિલ્લાનાં રણમાં કામ કરતા અગરિયાઓની મુલાકાતે કોંગ્રેસનાં રાહુલ ગાંધી આવી રહ્યાં છે. ત્યારે ૨પ હજારથી વધુ અગરિયાનાં મત માટે ભાજપ કોંગ્રેસમાં રાજકીય અખાડો શરૂ થઇ ગયો છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ એવા રાહુલ ગાંધીનાં આગમન પહેલા સોમવારે ભાજપે સરકારના બે મહત્ત્વના મંત્રીઓ સાથે અગરિયાનાં આગેવાનો સાથે ગાંધીનગરમાં ખાનગી બેઠક યોજીને સમસ્યાઓનો હલ લાવવા હૈયાધારણ આપવા સાથે સરકાર સામેની સમસ્યાઓની રજૂઆતને ઉગતી ડામી દેવાનો ખેલ પાડી દેવાનો પ્રયાસ કરાયો છે.

ભાજપી નેતા ખરેખર અગરિયાનું હિ‌ત વિચારી રહ્યાં છે કે રાહુલ ગાંધીનાં કાર્યક્રમને ફિક્કો પાડવા માટે ભાજપે ક્વાયત શરૂ કરી છે આ મુદ્દે રાજકીય ગરમાવો ફેલાયો હતો. ઝાલાવાડના રણમાં યાતનાભરી જિંદગી જીવતા અગરિયાને મળવા માટે મંગળવારે રાહુલગાંધી ખારાઘોઢા આવી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસની છાવણીમાં રાહુલનાં સ્વાગત માટે જ્યારે ભાજપની છાવણીમાં અગરિયાઓનાં મનામણા કરવા માટે દોડધામ મચી હતી. ૨પ હજારથી વધુ અગરિયાના મત ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્વનાં છે. આવા સમયે જો રાહુલનો વંટોળ કામ કરી જાય તો ભાજપને મોટો ફટકો પડે તેમ હોઇ ભાજપ અગ્રણીઓએ પાણી આવે તે પહેલા પાળ બાંધવા રીતસર ધમપછાડા કર્યા હોવાની વિગતો બહાર આવી રહી છે.

ગાંધીનગર ખાતે મળેલી ગુપ્ત બેઠક અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર મંત્રી નિતીનભાઈ પેટલની ચેમ્બરમાં અગરિયાઓ સાથે મુલાકાત થઇ હતી. જેમાં નાતિનભાઈ સાથે સૌરભભાઇ પટેલ તથા બંનેના સચિવો ઉપસ્થિત રહ્યાં હતાં. ખારાઘોઢા, હળવદ, કુડા તથા સાંતલપુરનાં અંદાજે ૨૦ જેટલા અરીયાઓ સાથે પોણો કલાક જેટલી મેરેથોન બેઠક ચાલી હતી.

રાહુલ ગાંધી પણ અગરિયાઓ સાથે હાથ મીલાવી સમસ્યા સાંભળી ચાલ્યા જશે ? આ વાંચવા માટે આગળ ક્લિક કરો...