• Gujarati News
  • Pregnant Ladies Will Be Alloted Lower Berth In Railway

રેલવે પ્રવાસમાં મહિલાઓને રાહત, ગર્ભવતીઓને લોઅર બર્થ અપાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

45 થી ઉપરની ઉંમર ધરાવતી મહિલાઓને પણ લોઅર બર્થ આપવાની વ્યવસ્થા

ટ્રેનમાં લાંબા અંતરના પ્રવાસ દરમિયાન ટિકિટ કન્ફર્મ કરાવનાર ૪પ વર્ષથી વધુ ઉંમરની મહિ‌લાઓ અને ગર્ભવતી મહિ‌લાઓને હવે રેલવે દ્વારા રિઝર્વેશન દરમિયાન કોચમાં નીચેની સીટ ફાળવવામાં આવશે. જો કે આ સુવિધાનો લાભ લેનાર ગર્ભવતી મહિ‌લાઓએ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન તેમની સાથે તબીબી પ્રમાણપત્ર તેમજ ૪પ વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિ‌લાઓએ તેમની ઉંમરનો પુરાવો ધરાવતું ફોટો ઓળખપત્ર સાથે રાખવું પડશે.

આ અંગે વધુ માહિ‌તી આપતા રેલવે સૂત્રોએ જણાવ્યું કે, 'અત્યાર સુધી ટ્રેનમાં પ્રવાસ દરમિયાન સ્લીપર ક્લાસમાં કે એસીની કોઈ પણ શ્રેણીમાં ટિકિટ કન્ફર્મ કરાવતી વખતે મહિ‌લાઓ અને પુરુષોને કોચમાં સીટ મુજબ ક્રમશ: નંબરનાઆધારે બર્થ ફાળવવામાં આવતી હતી. આથી ઘણીવાર ૪પ વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિ‌લાઓને કોચમાં વચ્ચે કે ઉપરની સીટ મળતી હતી. જેમાં તેમને ઉપરના બર્થ પર જવા ઘણી સમસ્યા થતી હતી.’ તેમણેવધુમાં કહ્યું કે, 'આ વિશે રેલવે સમક્ષ લોકોએ અનેકવાર રજૂઆતો પણ કરી હતી. તેથી રેલવે પ્રશાસન દ્વારા આવી મહિ‌લાઓની સમસ્યા દૂર કરતા હવે ૪પ વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિ‌લાઓને ૧ એપ્રિલથી ફરજિયાત નીચેની જ બર્થ ફાળવવાનો નિર્ણય કર્યો છે. જો કે તેના માટે મહિ‌લાએ પ્રવાસ દરમિયાન ઉંમર દર્શાવતા આઈડી પ્રૂફ કે સર્ટિ‌ફિકેટ સાથે રાખવા પડશે.’

એ જ રીતે ગર્ભવતી મહિ‌લાઓને પણ આ સુવિધા મળી રહે તે માટે રેલવે દ્વારા પ્રવાસ દરમિયાન તેમને નીચેની જ બર્થ ફાળવવાનો નિર્ણય કર્યો છે. જો કે તેના માટે આવી મહિ‌લાઓએ તેઓ ગર્ભવતી હોવાનું તબીબી પ્રમાણપત્ર પ્રવાસ દરમિયાન સાથે રાખવું પડશે. વધુમાં આવી મહિ‌લાઓની ટિકિટ ખરીદતી વખતે પણ ભરાતા રિઝર્વેશન ફોર્મમાં આ બાબતનો ઉલ્લેખ કરવાનો રહેશે. જેથી ટિકિટ આપનાર રેલવે કર્મચારી કમ્પ્યૂટરમાં આ બાબતનો ઉલ્લેખ કરશે જેથી તેને નીચેની જ બર્થ ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનમાં પ્રવાસ દરમિયાન સિનિયર સિટિઝન મહિ‌લાઓ અને પુરુષોને જ નીચેની બર્થ ફાળવવામાં આવતી હતી.
બોક્સ : મહિ‌લાઓને વધુને વધુ સુવિધા મળી રહે તેવો પ્રયાસ છે

રેલવે પ્રશાસન દ્વારા મહિ‌લાઓને સારામાં સારી અને વધુ સુવિધા મળી રહે તેવો પ્રયાસ રેલવે પ્રશાસન દ્વારા સતત કરવામાં આવે છે અને આ પ્રયાસના ભાગરૂપે જ રેલવે પ્રશાસન દ્વારા ૪પ વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિ‌લાઓને અને ગર્ભવતી મહિ‌લાઓને ટ્રેનમાં પ્રવાસ દરમિયાન નીચેની બર્થ ફાળવવાનો નિર્ણય કરાયો છે. - જીતેન્દ્રકુમાર જયંત, સિનિયર જનસંપર્ક અધિકારી, અમદાવાદ ડિવિઝન

આગળ જાણો તત્કાલ વેઇટીંગ પહેલા સામાન્ય વેઇટીંગ હવે કેવી રીતે કન્ફર્મ થશે