નારાયણ સાંઈની આ કુટીયા જોઈ? જ્યાં તે કરતો યુવતિઓ સાથે 'રાસલીલા'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિકાર બનાવેલી સાધિકાઓ સાથે નારાયણ કૂટિયામાં આચરતો પાપલીલા

સુરતની યુવતી દ્વારા નારાયણ સાંઇ પર બળાત્કારનો આરોપ લગાવ્યા પછી સાંઇ ગુમ થઈ ગયો છે. તેમજ ગઈકાલે સાંઇને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે નારાયણ સાંઇ જ્યાં પોતાની કામલીલા કરતો હતો, તે સ્થળ સામે આવ્યું છે. આસારામની શાંતિ કુટિયાની જેમ આ સ્થળ નારાયણ કુટિયા તરીકે ઓળખાતું હતું. આ સ્થળે સાધિકાઓ દ્વારા શિકાર બનાવેલી યુવતીઓને લાવવામાં આવતી હતી, અને તેમની સાથે સાંઈ કામલીલા કરતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

નારાયણ સાંઇ ફરાર થઈ ગયા પછી આ સ્થળ પર પોલીસની વોચ લાગી ગઈ છે. અત્યારે આ રંગ મહેલ પર માત્ર ગણ્યા ગાંઠ્યા સાધકો સિવાય કોઈ નથી. આસપાસના લોકોના મતે નારાયણ સાંઇ અહીં અવારનવાર આવતો હતો, તેમજ તેના આવ્યા પછી ગાડીઓમાં યુવતીઓ આવતી હતી, અને સવાર સુધી આ યુવતીઓ અહીં રોકાતી હતી. જ્યારે જ્યારે સાંઇ અહીં આવતો હતો, ત્યારે આ ક્રમ ચાલું રહેતો હતો.

આગળ વાંચોઃ ક્યાં આવેલી છે નારાયણ કુટિયા, કેવી રીતે થતી યુવતીઓ સપ્લાય