• Gujarati News
  • Kejriwal Threatens Media And Calls Some Favoring Modi

10 હજારના ડિનરમાં કેજરીવાલે ખાધો મિડીયાનો ઓડકાર, જેલભેગા કરવાનો ઉચ્ચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મીડિયા નરેન્દ્ર મોદી માટે વેચાઇ ગયું છે. મોદી વિશે કોઈ સાચું નથી કહેતું. જો ક્યારેક અમારી સરકાર બનશે તો તપાસ કરાવડાવીશું. મીડિયા સાથે તમામ દોષીતોને જેલમાં મોકલીશું. કેજરીવાલે ગુરુવાલે રાતે નાગપુરની ટુલી હોટલમાં ફાળો એકત્રિત કરવા માટે યોજાયેલી ડીનર પાર્ટીમાં બોલ્યા હતા.

તેમાં હાજર રહેલા ૧૪૦ લોકો પાસેથી રૂ. ૧૦-૧૦ હજારની ફી લેવામાં આવી હતી. શુક્રવારે આ ભાષણનો વિડીયો બહાર આવ્યો હતો. ભારે હોબાળો થયો તો કેજરીવાલ ફરી ગયા. તેમણે કહ્યું કે મેં આવું ક્યારે કીધું? આવી વાત હું કેવી રીતે કહી શકું? પણ તેની થોડી વાર પછી જ આપના ટેકેદારોએ કેજરીવાલના આ નિવેદનને ટેકો આપતાં પત્રકાર પરિષદ યોજી હતી. સંજય સિંહ, આશુતોષ અને આશિષ ખેતાને જણાવ્યું હતું કે મીડિયામાં પેઇડ ન્યૂઝનો વેપલો ચાલી રહ્યો છે.

ચાર ચેનલો પર આરોપ

અપના નેતાઓએ ચાર ચેનલોનાં નામ પણ જણાવ્યા હતા. ટાઇમ્સ નાઉ, ઝી ન્યૂઝ, ઇન્ડિયા ન્યૂઝ અને ઇન્ડિયા ટીવી. તેમણે જણાવ્યું કે આ ચેનલો કેજરીવાલ અને આપ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. મનઘડત સ્ટોરી ચલાવ્યા કરે છે. આ બધું જ ભાજપના ઇશારે થઈ રહ્યું છે. પાર્ટી પાસે આ ચેનલોનાં ફૂટેજ છે. ચૂંટણી પંચ પાસે તેની તપાસ કરાવવાની માગણી કરવામાં આવશે.

બચાવમાં સ્પષ્ટતા કરી

આપના પ્રવક્તા આશુતોષના જણાવ્યા અનુસાર મીડિયા અને ન્યૂઝ ચેનલોનો એક વર્ગ મોદીનો એજન્ડા ચલાવી રહ્યો છે. તેની તપાસ થવી જોઇએ. પત્રકારોનો એક મોટો વર્ગ ઇમાનદાર પણ છે. પરંતુ તેમનું કામ કરવાનું મુશ્કેલ થતું જાય છે.

આગળ વાંચો નાગપુરમાં મોદીએ શું કહ્યુ હતુ