મોદીને પછાડવા કોંગ્રેસ ડોન દાઉદના નામનું પત્તુ ઉતારશે મેદાનમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદીના અશ્વને કોઈપણ ભોગે રોકવા કોંગ્રેસનું અંડર વર્લ્ડ કાર્ડ

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને આગામી વરસે લોકસભાનો જંગ, રાજકારણના અખાડામાં દરેક પ્રકારના દાવપેચ અજમાવવાની શરૂઆત થઇ ચુકી છે.

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની દરેક રેલીમાં કહે છે કે અમારી સામે કોંગ્રેસ કે યુપીએ ચૂંટણી લડવાની નથી પણ CBI અને IM લડવાના છે.

આ બધી વાતો વચ્ચે ગૌહાટી હાઇકોર્ટે સીબીઆઇને ગ્રેઅબંધારણીય ગણાવી છે. કોંગ્રેસના અતિગુપ્ત સુત્રોંનું માનીએ તો, કોંગ્રેસ એક અલગ જ પ્રકારનું કાર્ડ ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. ડૉન કાર્ડ.

અંડર વર્લ્ડ અને રાજકારણનું જૂનું સમીકરણ ફરી એક વાર સપાટીએ તરી આવ્યું છે. નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતા ઉપર કોઈ પણ ભોગે અંકુશ મેળવવા માટે કોંગ્રેસે કમર કસી છે. તેના જ એક ભાગ રૂપે કોંગ્રેસે અંડર વર્લ્ડ અને રાજકારણના જૂના સમીકરણને ફરી એક વાર તાજું કરવાનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. દેશની આગામી ચૂંટણીઓ ઉપર બારીકાઈથી નજર રાખી રહેલી ભારતની ગુપ્તચર યંત્રણાના સૂત્રો અનુસાર દાઉદને ભારત લાવવા માટે કોંગ્રેસે ચક્રો ગતિમાન કર્યા છે.

ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર અને ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સમગ્ર દેશમાં વધતી લોકપ્રિયતા અને વિપરીત આવી રહેલા ઓપીનિયન પોલથી હચમચી ઉઠેલી કોંગ્રેસના ઇલેકશન મેનેજરોએ અમેરિકાના સહયોગ વડે પાકિસ્તાનમાં સંતાયેલા મોસ્ટ વોંટેડ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને ભારત પાછો લાવવા માટે ગણિત માંડ્યુ છે. જો દાઉદને ભારત લાવવામાં સફળતા મળે તો કોંગ્રેસ એક સાથે અનેક લક્ષ્યો વેધી શકે તેમ છે.

આગળ વાંચોઃ કોંગ્રેસની શું છે યોજના, ગૃહ મંત્રીની જીભે વારંવાર દાઉદનું નામ કેમ?