• Gujarati News
  • Arvind Kejriwal Reaches Mumbai Airport Create Auto Controversy

મુંબઈમાં 'આપ' દ્વારા કરાયું આમ આદમીની સંપતિને નુકશાન, સામાન્ય માણસો પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ બુધવારે સવારે લગભગ સાડા દસ વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતાં. અહીંથી બહાર નિકળી અંધેરી જવા માટે તેઓએ રિક્ષા પકડી હતી. તો આ દરમિયાન જ તેમની હાજરીમાં જ નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન કરાયું હતું. નિયમ એવું કહે છે કે ઓટોમાં ત્રણથી વધુ લોકો બેસી શકે નહીં, પણ, કેજરીવાલ જે ઓટોમાં બેઠા હતા તેમા તેમના કેટલાક સમર્થકો આ નિયમને નેવે મુકીને લટકતા બેસી ગયા હતાં. એટલું જ નહીં, આપ કાર્યકરોએ રસ્તા પર રેડ લાઈટને પણ ‘જમ્પ’ કરી દીધી હતી.

અત્રે મહત્વપૂર્ણ છે કે કેજરીવાલ ત્રણ દિવસ સુધી મુંબઈમાં રહેશે. મુંબઈ યાત્રા દરમિયાન તેઓ આપના ઉમેદવારોના પક્ષમાં એક -રોડ શો યોજવાના હતાં. જોકે, મુંબઈ પોલીસે આ માટે તેમને મંજૂરી આપી નથી.

અંધેરીથી ચર્ચ ગેટ સુધી કેજરીવાલની લોકલ ટ્રેન મુસાફરી

મુંબઈ પહોંચ્યા બાદ એરપોર્ટથી કેજરીવાલ ઓટોમાં સીધા જ અંધેરી પહોંચ્યા હતાં. જ્યાંથી તેઓએ ચર્ચગેટ સુધી લોકલ ટ્રેનની મુસાફરી કરી હતીં. કેજરીવાલ જે કોચમાં બેઠા હતા એ આખાકોચનો આમ આદમી પક્ષના કાર્યકરોએ કબ્જો જમાવી દીધો હતો. જેને કારણે સામાન્ય લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચર્ચગેટથી કેજરીવાલ મુંબઈના રસ્તા પર નિકળ્યા હતાં. જોકે, આ દરમિયાન સુરક્ષાના નિયમોની ઐસી તૈસી કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રેલવે સ્ટેશન પર લગાવાયેલા મેટલ ડિટેક્ટરને નુકસાન પહોંચાડ્યું હતું.

આપના કાર્યકરો દ્વારા સરકારી સંપતિને નુકસાન

અરવિંદ કેજરીવાલની મુંબઈ યાત્રા વધુ વિવાદો સર્જે તેવા સંકેતો મળી રહ્યાં છે. એરપોર્ટ પર પહોંચ્યા બાદ આપ કાર્યકરોએ ઓટો નિયમો તોડ્યા હોવાની ઘટનાની થોડી વારમાં જ વઘુ એક કિસ્સો એવો બન્યો છે જેમા ફરી વિવાદ સર્જાયો હતો. ટ્રાફિક નિયમ તોડ્યા બાદ આપના કાર્યકરો દ્વારા વધુ એક નિયમ તોડી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની ઘટના બની હતી. એરપોર્ટ પરથી રિક્ષામાં નિકળેલા અરવિંદ કેજરીવાલ ચર્ચગેટ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતાં. જ્યાં સુરક્ષા માટે રખાયેલા મેટલ ડિટેક્ટરને આપ કાર્યકરો દ્વારા નુકસાન પહોંચાડાયું હતું. એટલું જ નહીં, કાર્યકરોએ સુરક્ષાના નિયમોને પણ નજરઅંદાજ કરી દીધા હતાં.

કેજરીવાલને બતાવાયા કાળા વાવટા
અરવિંદ કેજરીવાલ દ્વારા અરવિંદ કેજરીવાલની મુંબઈ યાત્રા દરમિયાન લોકલ ટ્રેનની મુસાફરી અવ્યવસ્થાનું કારણ કારણ બની ગઈ. ચર્ચગેટ રેલવે સ્ટેશન પર આપ કાર્યકરોની અનિયંત્રીત ભીડને કારણે મેટલ ડિટેક્ટર તૂંટી પડ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ કેજરીવાલને કાળા વાવટા બતાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ કોઈ સંગઠન સાથે સંકળાયેલા નથી, પણ, વિદ્યાર્થી માત્ર છે જેઓ કેજરીવાલના કથિત મીડિયા મેનેજમેન્ટ અંગેના લીક થયેલા વીડિયો મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે.

કાયદો તોડનારા વિરુદ્ધ પગલા

આમ આદમી પાર્ટીના કાર્યકરોની અનિયંત્રિત ભીડ દ્વારા મુંબઈના ચર્ચ ગેટ રેલવેસ્ટેશન પર રખાયેલા મેટલ ડિટેક્ટરને પહોંચાડેલા નુકસાન મુદ્દે મહારાષ્ટ્ર સરકારે લાલ આંખ કરી છે. રાજ્યના ગૃહપ્રધાન આર. આર. પાટીલે આ મુદ્દે જણાવ્યું છે કે જો ખરેખર જાહેર સંપતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હશે તો દોષિતો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેજરીવાલના મુંબઈ પ્રવાસ દરમિયાન લોકોને પડી રહેલી મુશ્કેલીઓ મુદ્દે વાત કરતા પાટીલે જણાવ્યું છે કે કોઈ પણ પક્ષે રેલી કે જાહેરસભાનું આયોજન કરતા પહેલા લોકોની અનુકુળતા અંગે વિચારવું જોઈએ.

કેજરીવાલનો મુંબઈ પ્રવાસ દરમિયાન લોકલ ટ્રેનનો પ્રવાસ હોય કે રોડ શો હોય, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

કેજરીવાલને મળી રહી છે ઝેડ કેટેગરીની સુરક્ષા

મુંબઈ યાત્રા દરમિયાન કેજરીવાલને ઝેડ શ્રેણીની સુરક્ષા અપાઈ રહી છે. આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુઝાહિદ્દીનની ધમકી મળ્યા બાદ આ સુરક્ષા અપાઈ છે. કેજરીવાલની સુરક્ષાની જવાબદારી આરપીએફના જવાનોને સોંપવામાં આવી છે. આ જવાનો લોકલ ટ્રેનમાં પણ કેજરીવાલ સાથે રહ્યાં હતાં. ઝેટ કેટેગરીની સુરક્ષા ઉપરાંત મુંબઈ પોલીસના 150 પોલીસકર્મી અને ત્રણ એસપી પણ કેજરીવાલની સિક્યોરિટીમાં લગાવાયા છે.

આગળની સ્લાઈડમાં વાંચો કેજરીવાલની ઓટો યાત્રા પાછળનો ઉદ્દેશ...