યુવાને બાથરૂમમાં બળાત્કાર કરી પરપ્રાંતીય યુવતીને બનાવી માતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ૩ વર્ષ પહેલાં કોલ્ડ સ્ટોરેજમાં બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ વેરાવળ જીઆઇડીસીમાં કામ કરતી એક કેરાલીયન યુવતી પણ ત્રણ વર્ષો દરમ્યાન તેની સાથે જ કામ કરતા એક બિહારી યુવાને બાથરૂમમાં બળાત્કાર કર્યો હતો. બાદમાં યુવતીએ પોતાના વતનમાં પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં તેણે વેરાવળ આવી પ્રભાસ પાટણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કેરળનાં થિરુવનન્થપુરમ જિલ્લાના કોલાર વિથુરાની એક ૨૩ વર્ષીય યુવતી વર્ષોથી વેરાવળ જીઆઇડીસીમાં આવેલી અમૃત કોલ્ડ સ્ટોરેજમાં કામ કરે છે. તેની સાથે બિહારનો ધનકુમાર ઉર્ફે અભિલાષા નામનો યુવાન પણ મજૂર તરીકે કામ કરતો હતો. તેની નજર યુવતી પર બગડી હતી. તેને હાંસલ કરવાનો મોકો એ શોધતો હતો. આખરે ત્રણેક વર્ષ પહેલાં યુવતી કોલ્ડ સ્ટોરેજનાં બાથરૂમમાં ન્હાવા જતી હતી એ વખતે ધનકુમારે તેની ઉપર બળાત્કાર કર્યો હતો. બાદમાં તેણે યુવતીને વારંવાર અભડાવી હતી. યુવતી બાદમાં પોતાને વતન જતી રહી હતી. જ્યાં તે ધનકુમારનાં બળાત્કાર થકી ગર્ભવતી બની હતી. અને એક પુત્રને જન્મ આપ્યો હતો. તેના પરિવારજનોને જાણ થતાં તેઓ યુવતી સાથે વેરાવળ આવ્યા હતા. અને બાદમાં ધનકુમાર ઉર્ફે અભિલાષા સામે પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે પોલીસે ધનકુમાર ઉર્ફે અભિલાષાને પકડવાનાં ચક્રો ગતિમાન કરી દીધા છે. યુવતી હાલ ધનકુમાર થકી થયેલા પુત્ર સાથે વેરાવળમાં છે. અને ન્યાયની પ્રતિક્ષા કરી રહી છે. બનાવની તપાસ પીએસઆઇ દવે ચલાવી રહ્યા છે.