ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલ, 27 કોલેજો જોડાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ત્રણ દિવસમાં ૨૭ કોલેજનાં ૭૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો વઢવાણ એન્જિનિયિંરગ કોલેજ ખાતે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી અમદાવાદ ઝોનનો બીજો યૂથ ફેસ્ટિવલ ક્ષિતજિ-૨૦૧૨-૧૩નો પ્રારંભ થયો હતો. આ યૂથ ફેસ્ટિવલમાં ૨૬ જેટલી કોલેજોના ૭૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.આ ત્રિદિવસીય ફેસ્ટિવલમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતાં. વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલી સી.યુ.શાહ એન્જિનિયિંરગ કોલેજ ખાતે ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.આ યૂથ ફેસ્ટિવલનો પ્રારંભ શનિવારે થયો હતો. આ પ્રસંગે ક્ષિતજિ-૨૦૧૨ના સોવિનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ યૂથ ફેસ્ટિવલમાં યુનિવસર્સિટી હસ્તકની ૨૬ જેટલી કોલેજોના ૭૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીએ કૌવત બતાવ્યું હતું.આ કાર્યક્રમમાં જી.ટી.યુ.ના કેપ્ટન સંઘવીએ પ્રાંસગિક ઉદ્દબોધન કર્યું હતું. આ યૂથ ફેસ્ટિવલમાં નાટક, નૃત્યુ, ગરબા અભિયાન, મિમક્રિ સહિતનાં કાર્યક્રમો રજુ થયા હતાં.આ કાર્યક્રમ બાદ વિવિધ હરિફાઇઓ યોજાઇ હતી. આ તમામ સ્પર્ધકોમાંથી તા. ૩૦ સપ્ટેમ્બરે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવશે. આ ટેક્નોલોજી યુનિવસર્ટિી અમદાવાદ ઝોનનો કાર્યક્રમ હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે જિતેન્દ્રભાઈ સંઘવી, કિરણભાઈ મહેતા, ભૂપતભાઈ, કોલેજના ટ્રસ્ટીઓ, વિવિધ કોલેજોના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના વિદ્યાર્થી જય પટેલ શૈલેષ સાકરિયા, પરબત પિઢયાર સહિતનો ભારે જહેમત ઉઠાવી હતી.