જામનગરની મહિલાનું સ્વાઇન ફલૂથી મૃત્યુ, બે માસમાં ત્રીજો ભોગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બે માસમાં જ ફલૂથી ત્રણનો ભોગ જામનગરના નવાગામ ધેડ વિસ્તારમાં રહેતી યુવતીનું સ્વાઇન ફલુથી મૃત્યુ નિપજ્યાનું બહાર આવ્યુ છે.શહેરમાં છેલ્લા બે માસમાં જ સ્વાઇન ફલુએ ત્રણનો ભોગ લીધો છે. જામનગર શહેરમાં લગભગ છેલ્લા બે માસથી સ્વાઇન ફલુએ ધીમેધીમે પંજો ફેલાવ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહયુ છે.શહેરના નવાગામ ધેડ વિસ્તારમાં રહેતી ભાવનાબેન ગોહિલ નામની પરીણીતાએ લગભગ ત્રણેક દિવસ પુર્વે શરદી-તાવની ફરીયાદના પગલે જી.જી.હોસ્પીટલમાં સારવાર મેળવી હતી. આ દરમ્યાન તબીબોએ કોઇ મોટી બિમારીની આશંકાના પગલે તેણીના લાળ સહિતના નમુનાઓ મેળવી પ્úથ્થકરણ કરાવતા તેણીને સ્વાઇન ફલુ હોવાનું ખુલ્યુ હતુ અને જી.જી.હોસ્પીટલના સ્વાઇન ફલુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.તેણીનું સારવાર દરમ્યાન ગઇકાલે મોડી સાંજે તેણીનું મૃત્યુ નિપજ્યું હતુ. જામનગર શહેરમાં છેલ્લા બે માસમાં જ સ્વાઇન ફલુથી ત્રીજુ મૃત્યુ થયાનું બહાર આવ્યુ છે. - રાજકોટમાં પણ એક દર્દીનું મૃત્યુ થયું હતું હજુ બે દિવસ પહેલાં જ રાજકોટની હોસ્પિટલમાં પણ સ્વાઈન ફલૂથી એક દર્દીનું મૃત્યુ થયું હતું. જામનગરમાં આ રોગના કેસ વધારે જોવા મળે છે. સામાન્ય રીતે નીચું તાપમાન હોય ત્યારે સ્વાઈન ફલૂ ફેલાઈ તેવી માન્યતા આ વર્ષે તૂટી રહી છે. અને આ ઋતુમાં પણ સ્વાઈન ફલૂ દેખાઈ રહ્યો છે.