મતભેદ મીટાવવા બેસો ત્યારે ફરી ઝગડો કરીને છુટા ન પડો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગત વ્યક્તિ સાથે હાર-જીતની નહીં મનમેળ થાય તેની ચિંતા રાખો અહં અને જીદનો ત્યાગ કરો તો જ મતભેદ એ મનભેદ સુધી નહીં પહોંચે ચલે ગયે હો દૂર કુછ પલ કે લીયે, દૂર રહેકર ભી કરીબ હો હરપલ કે લીયે, કૈસે યાદ ન આયે આપકી એક પલકે લીયે, જબ દિલ મેં હો તુમ હર પલ કે લીયે બિઝનેસમાં નિષ્ફળતા બદલ કર્મચારીને તોડી પાડવાને બદલે એને પ્રોત્સાહન આપી વધુ સારા પરિણામો મેળવવા જોઇએ. મેનેજમેન્ટ ગુરૂઓનું માનવુ છે કે ધંધામાં કોઇ કર્મચારી કોઇ કામમાં નિષ્ફળ જાય તો તેને તોડી પાડવો ન જોઇએ. બલ્કે એ નિષ્ફળ શા માટે ગયો તેની પણ સમીક્ષા કરવી જોઇએ અને નિષ્ફળતા એ સફળતાની સીડી છે એ બાબત તેને સમજાવી તેની પાસેથી વધુ સારી કામગીરી મેળવો તો જ ધંધાનો વિકાસ શક્ય બને છે. સંસારમાં પ્રિયજન સાથે મતભેદ દૂર કરવા બેસો ત્યારે ફરી ઝગડો કરી છુટા ન પડવું પડે એની તકેદારી રાખો. એક યુવાને કહ્યું, મારી અને મારી પ્રેમીકા વચ્ચે વિચારભેદ બહુ છે. મને જીન્સ, ટીશર્ટ ગમે તેને ન ગમે, હું પંજાબી પસંદ કરૂ તે ગુજરાતી પસંદ કરે. આવા વૈચારીક ભેદને કારણે અમારી વચ્ચે વારંવાર ઝગડા થાય, અબોલા થાય છે. પણ જ્યારે અમે ઝગડાનું સમાધાન કરવા બેસીએ ત્યારે દરેક વખતે અમે ફરી ઝગડો કરીને જ છુટ્ટા પડીએ છીએ. મારે મારી પ્રેમીકા સાથે ઝગડો કરવો જ નથી તો ઝગડો ન થાય તે માટે હું શું કરૂ ? બુદ્ધિશાળી વ્યક્તિઓ વચ્ચે વિચારભેદ હોય શકે છે. તમારી અને તમારી પ્રેમીકા વચ્ચે વિચારભેદ હોય તેમાં કશું ખોટું નથી. અંગત વ્યક્તિ સાથે કયારેય હાર-જીતની બાજી ન માંડો. અંગત સંબંધોમાં હાર-જીતને કોરાણે મુકી માત્ર સંબંધોની જાળવણી થાય એવા જ પ્રયત્નો કરવાના હોય છે. તમારી પ્રિય વ્યક્તિ સાથે હારજીતની ચિંતા કરવી જોઇએ. વિચારભેદ અથવા મતભેદ જ્યારે મનભેદનું સ્થાન લઇ લે છે ત્યારે સંબંધોમાં મોટી તિરાડ પડે છે. તમારી પ્રેમીકા સાથે તમારે નથી બનતું એનું કારણ તમે તમારો અહં અને તમારી પ્રેમીકા તેની જીદ છોડતી ન હોય તે પણ હોય શકે છે. અહં અને જીદનો ત્યાગ કરો તો જ એકબીજાના મન સુધી પહોંચી શકશો. જ્યારે જ્યારે પણ તમારી પ્રેમીકા અને તમારે મતભેદો ઉભા થાય ત્યારે શાંત ચિંત્તે વિચારી આ મતભેદો દુર થઇ શકે તેમ છે કે કેમ ? એનું આત્મ ચિંતન કરો. એકબીજાનો અહં છોડો તો તમારી વચ્ચે ઝગડો થવાનું કોઇ કારણ જ નહી રહે. કોઇપણ બાબતમાં તમારા વિચાર અંગે સામેના પાત્રના સ્થાને તમારી જાતને મુકીને વિચારો તો સામેની વ્યક્તિની મુશ્કેલીનો અને મર્યાદાનો તમને તરત ખ્યાલ આવશે. બસ જિંદગીમાં તમે તમારૂ વિચાર મંથન એવી રીતે ગોઠવો કે જેથી તમારી અંગત વ્યક્તિ સાથે અહં કે જીદનો ટકરાવ જ ન થાય બસ આટલી તકેદારી રાખશો તો જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી... બ્રેક ફાસ્ટ એક શરાબી સામે તેની સાસુને ગોળી મારી હત્યાનો પ્રયાસ કરવા બદલ ર્કોટમાં ખટલો ચાલી રહ્યો હતો. જજે અપરાધીને સમજાવતા કહ્યું, જો ભાઇ દારૂના નશાને કારણે જ આ બધુ થયું છે. શરાબને કારણે તું અને તારી સાસુ એકબીજાને ઘૃણા કરતા થઇ ગયા હતા. શરાબના નશામાં જ તે તારી સાસુ સામે રીવોલ્વર તાકી હતી અને શરાબના નશામાં જ તું નિશાન ચૂકી ગયો... બધુ શરાબને કારણે થયું છે. (પ્રેષક : કવિતા ચૌધરી (ભાવનગર) તારક શાહ