બુધવારથી તોફાની ગણાતા નક્ષત્ર હસ્તનો આરંભ થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હાથિયાના નામે જાણીતા આ નક્ષત્રના અંતિમ તબક્કામાં સારા વરસાદનો વરતારો ચોમાસાના અંતિમ તબકકાના બે તોફાની વરસાદના નક્ષત્ર પૈકિ હસ્ત એટલે કે હાથિયા નક્ષત્રનો તા.૨૬ સપ્ટેમ્બરને બુધવારથી આરંભ થશે. જો કે આ વર્ષેસમગ્ર ગોહિ‌લવાડ સહિ‌ત રાજ્યભરમાં હજુ વરસાદની ખાધ છે. હવે ઉત્તરા ફાલ્ગુનિ બાદ બાકી આ હાથિયો નક્ષત્ર જો વરસે તો ચોતરફ જળ બંબાકાર કરી દુષ્કાળની સ્થિતિને સુકાળમાં બદલશે તેવી પ્રજાજનોમાં આશા છે. આ નક્ષત્રમાં ગાજ-વીજ સાથે વરસાદ વરસતો હોય હાથીની જેમ સૂંઢ પછાડે કે પૂંછ પછાડે એ રીતે અનરાધાર વરસાદ વરસે છે અને મોટા ભાગે આ વરસાદ ખરીફ પાક માટે વેરી બનતો હોય છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સિઝનનો ૬પ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.ત્યારે બુધવારથી હસ્ત નક્ષત્ર શરૂ થતા હવેના દિવસો પર સૌ કોઇની નજર રહેશે. આ અંગે જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત જયપ્રકાશભાઇ માઢકે જણાવ્યું હતું કે હસ્ત નક્ષત્રમાં પાછલા દિવસોમાં સારો વરસાદ વરસશે અને તેથી ઘઉં અને ચણા જેવા પાકને લાભ થશે તેમજ પશુઓ માટે હાલ જે નિરણની અછત છે તે દુર થઇ જશે. હસ્ત નક્ષત્ર પૂર્ણ થયા બાદ ચોમાસાના અન્ય એક તોફાની અને અંતિમ નક્ષત્ર ગણાતા ચિત્રા નક્ષત્રનો આરંભ થશે. ત્યારબાદ આપણી ગુજરાતી અને દેશી પદ્ધતિ પ્રમાણેનું ચોમાસું પૂર્ણ થયેલું ગણાશે.