વોલ પેઇન્ટીંગ ફેસ્ટીવલમાં કલાકારોનો ઉત્સાહ આસમાને

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પર્ધક ચિત્રકારો બોલી ઉઠયાં અમારી કલાને શહેરીજનો પણ પીઠ થાબડીને બિરદાવે છે જૂનાગઢ ખાતે 'દિવ્ય ભાસ્કર’ અને 'જૂનાગઢ જિલ્લા પોલીસ’ અયોજીત વોલ પેઇન્ટીંગ ફેસ્ટીવલમાં ભાગ લઇ રહેલા કલાકારોનો ઉત્સાહ આસમાનને આંબી રહ્યો છે. કલાકારોએ પોતાને આવું જબરદસ્ત સ્ટેજ પુરું પાડવા બદલ દિવ્ય ભાસ્કર અને જૂનાગઢ જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો. કલાકાર તરીકે અમને એક સારું પ્લેટફોર્મ આ ફેસ્ટીવલ થકી મળ્યું છે. આ અગાઉ મ્યુઝિયમમાં મારાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. મને ચિત્રકળામાં પહેલેથી જ રસ છે. શાળા કક્ષાએ તો મેં ચિત્રકળામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. બનાવ્યું છે. - ધીરૂભાઇ શાપરા મારા મતે જૂનાગઢનાં કલાકારો માટે તો આ દિવાળી છે. આવા આયોજનને લીધે અમારામાં ખુબજ ઉત્સાહ પ્રગટયો છે. અમને અમારી કલા લોકો સમક્ષ પ્રદર્શિ‌ત કરવાની એક તક મળી છે. જૂનાગઢ જેવા શહેરમાં આવું આયોજન થાય એ બહુ મોટી વાત છે. આ માટે દિવ્ય ભાસ્કર અને જૂનાગઢ જિલ્લા પોલીસનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. મેં અગાઉ દિવ્ય ભાસ્કર અને જૂનાગઢ જિલ્લા પોલીસે ઉઠાવેલા હેરિટેજનાં મુદ્દાને જ પસંદ કર્યો છે. મારી કલાકૃતિ છે મકબરો. - યોગેશ બોરીચા મને બચપણથીજ ચિત્રકળાનો શોખ. મેં ક્યારેય કોઇ પાસે ન તો તાલીમ લીધી છે ન તો ર્કોષ કર્યો છે. અગાઉ મેં વોટર અને ઓઇલ પેઇન્ટ ઘણાં બનાવ્યાં છે. લાઇવ પોટ્રેટ પણ ઘણાં બનાવ્યાં. ઘરની દીવાલ પર ગણેશજીનું ચિત્ર બનાવેલું. પણ આ રીતનો અનુભવ પ્રથમ અને રોમાંચક છે. મેં જોકે, નંબર લેવા માટે ભાગ નથી લીધો. પરંતુ મારી કળાને આ આયોજન થકી એક પ્લેટફોર્મ મળ્યું છે એ વાત મારા માટે બહુ મોટી છે. - શ્વેતા કનેરિયા અહીં લોકો પેઇન્ટીંગ જોવા આવે એનાથી અમને ખુબજ પ્રોત્સાહન પણ મળ્યું છે. અમને પહેલી જ વખત ખ્યાલ આવ્યો કે અમે શું કરી શકીએ તેમ છીએ. આ આયોજન થકી મને તો ખુબજ મોટીવેશન મળ્યું છે. શરૂઆતમાં જાહેરમાં પેઇન્ટીંગ કરીએ એ વખતે સીક્યોરિટી કેવી હશે તેની અવઢવ હતી. પરંતુ અહીં તો સીક્યોરિટી ઘણી સારી છે. જરૂર પડે ત્યારે કલર-પાણીની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા તુરતજ થઇ જાય છે. - મિતાલી પરમાર જૂનાગઢમાં એક સાથે આટલા બધા કલાકારો કામ કરતા હોય એવો આ માહોલ મારા માટે તો એક નવો જ અનુભવ છે. આમાં એવાં પેઇન્ટીંગ્ઝ છે કે જે કેન્વાસ પર ઉતારીએ તો એકની કિંમત ૨૦-૨૦ હજાર રૂપિયા ઉપજે.અમારા માટે તો શિવરાત્રિ અને ગિરનારની પરિક્રમા જેવો આ આટીસ્ટોનો મેળો છે. જૂનાગઢ પોલીસ અને દિવ્ય ભાસ્કરે શહેરને સારું દેખાડવા માટેનું આ બીડું ઝડપ્યું છે. કોઇ જરૂર હોય તો પોલીસ તાત્કાલિક પૂરી કરે. - રજની અગ્રાવત