જુનાગઢના વેટરનરી છાત્રોની લડત ઉગ્ર બને તેવા એંધાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વિદ્યાર્થીઓ પણ આકરા પાણીએ, યોગ્ય નિર્ણય ન થાય ત્યાં સુધી લડત જારી રહેશે કૃષિ યુનિવર્સિ‌ટીમાં વેટરનરી કોલેજમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ડિપ્લોમા ર્કોષનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને છેલ્લા બે દિવસથી યુનિ. હોસ્ટેલ અને કેમ્પસમાંથી બહાર કાઢી મૂકતા વિદ્યાર્થીઓ હેરાનગતિ ભોગવી રહ્યા છે. છતાં આ વિદ્યાર્થીઓએ સરકાર નવા શરૂ કરેલા ડિપ્લોમા ર્કોને બંધ કરવાનો નિર્ણય ન કરે ત્યાં સુધી લડત જારી રાખવાનો રણટંકાર કર્યો છે. કૃષિ યુનિવર્સિ‌ટીમાં વેટરનરી કોલેજમાં સરકારે ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇન વેટરનરી કોર્સ શરૂ કર્યો છે. આ કોર્ષમાં ધોરણ ૧૦ બાદ ત્રણ વર્ષનો અભ્યાસ ક્રમ લાગુ કરવામાં આવ્યો હોય નવસારી, દાંતીવાડા અને હિંમતનગરની વેટરનરી કોલેજની સાથે જ જૂનાગઢ કૃષિ યુનિવર્સિ‌ટીમાં ચાલતી વેટરનરી કોલેજનાં વિદ્યાર્થીઓએ આ ર્કોષનો વિરોધ કર્યો હતો. જેમાં તમામ વેટરનરી કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી. બાદમાં કોલેજનાં પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન અને સરકારને સદ્બુદ્ધિ મળે માટે હવનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ વિરોધનાં પગલે તમામ વિદ્યાર્થીઓને યુનિ.ની હોસ્ટેલ અને કેમ્પસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. જે અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે, હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની નોટીસ આપવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે કેમ્પસ છોડી દેવાનો આદેશ કોઇ પણ નોટીસ વગર આપવામાં આવતા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. યુનિવર્સિ‌ટીએ લીધેલા આ આકરા પગલા છતાં વિદ્યાર્થીઓ તેમના નિર્ણય પર અડગ છે અને સરકારે શરૂ કરેલા આ ડિપ્લોમા ર્કોષને કારણે પશુધનને જોખમ હોવાનું જણાવી આ ર્કોષ બંધ ન થાય અથવા સરકારા દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી લડત જારી રાખવાનો રણટંકાર કરવામાં આવ્યો છે. - ૧૩૦ વિદ્યાર્થીઓ રહે છે બિલનાથ આશ્રમમાં સરકારે શરૂ કરેલા ડિપ્લોમા ર્કોષનો વિરોધ કરતા વિદ્યાર્થી ભાઇ બહેનોને યુનિ.ની હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય તમામ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જેમાંથી વિદ્યાર્થીઓ વંથલી રોડ પર આવેલા બિલનાથ આશ્રમમાં આશરો મેળવ્યો છે. જ્યારે ૧૭ વિદ્યાર્થીનીઓને દિપાંજલી સોસાયટીમાં આવેલી એક ગર્લ્સ હોસ્ટેલમાં સ્વખર્ચે રહેવાની સગવડતા કરવામાં આવી છે. - ડો.કે.એસ.દત્તા: ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, વેટરનરી કોલેજ - સીધી વાત સવાલ: વિદ્યાર્થીઓને શા કારણેકાઢી મૂક્યા? જવાબ: વિદ્યાર્થીઓએ હડતાલ કરી શૈક્ષણિક કાર્યમાં વિરોધ કરતા અનુશાસન ભંગ બદલ તેમને કાઢી મૂકવામાં આવ્યા છે. સવાલ: કેમ્પસમાંથી બહાર નીકળી જવાની કોઇ નોટીસ કેમ ન આપી? જવાબ: હોસ્ટેલમાંથી નીકળી જવાનો મતલબ જ યુનિ.કેમ્પસમાંથી નીકળી જવાનો થાય છે. સવાલ: વિદ્યાર્થીઓએ ભરેલી ફી અંગે શું નિર્ણય થશે? જવાબ: વિદ્યાર્થીઓ જે કરી રહ્યા છે તે તેમની ગેરસમજ છે. આ મુદ્દો પોલીસીને લગતો હોય યુનિ.નાં હાથ બંધાયેલા છે. પરંતુ મુદ્દો ખતમ થઇ જતા તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ અને કોલેજમાં પરત સમાવી લેવામાં આવશે. એટલે ફી અંગેનો નિર્ણય હાલ લેવાયો નથી. સવાલ: યુનિ. એ આ બાબતે શું કર્યુ? જવાબ: પોલીસી બેઈઝ મુદ્દો હોય યુનિ. કશુ કરી શકે નહીં. અમે વિદ્યાર્થીઓની રજૂઆત સરકારમાં મોકલી આપી છે.