૧૨૧ વર્ષ બાદ શુક્ર ગ્રહ કાળા બીંદુ સ્વરૂપે પૃથ્વીની સપાટી પરથી પસાર થશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બુધવારે સર્જાનારી અદભૂત ઘટનાનું અમરેલીમાં જીવંત નિદર્શન કરાશે આવતીકાલે છ જૂનના રોજ અવકાશમાં શુક્ર ગ્રહના પારગમનની અદભૂત ખગોળીય ઘટના થશે. સૂર્યની સપાટી પરથી કાળા બીંદુ રૂપે શુક્ર ગ્રહ સરક્તો જોવા મળશે. અમરેલીમાં લોક વિજ્ઞાન કેન્દ્ દ્વારા આ ઘટનાનું જીવંત નિદર્શન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. શુક્ર ગ્રહ સુર્યની સપાટી ઉપરથી માત્ર કાળા બીંદુ રૂપે સરકી જાય તેવી ઘટના ૧૨૧.૫ વર્ષે એક વખત થાય છે. આ ઘટના આગામી તા. ૬ જૂનના રોજ આકાશમાં જોવા મળશે. અમરેલીમાં જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શુક્ર ગ્રહના પારગમનની ઘટનાના જીવંત નીદર્શનનું આયોજન કરાયુ છે. છઢ્ઢી જૂનના રોજ સવારના ૬:૩૦ થી બપોરના ૧૧:૦૦ કલાક દરમીયાન અહિંના હનુમાનપરા રોડ પર મારૂતીનગરમાં આવેલ જીવનતીર્થ વિદ્યાલય ખાતે આ નિદર્શનનું આયોજન કરાયુ છે. ભવત: અત્યારની પેઢીને હવે પછીની આ ઘટના નઝરે જોવાની તક ન મળે તેવા આ અદભૂત ખગોળીય નઝારો નિહાળવા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા લોકોને અનુરોધ કરાયો છે. આ ઉપરાંત વધુ વિગતો માટે એડીશ્નર ડાયરેકટર નિલેષ પાઠક, જોઇન્ટ ડાયરેકટર ડૉ. એમ.કે. ગોંડલીયા તથા ભરતભાઇ ઉપાધ્યાયનો સંપર્ક કરવા જણાવાયુ છે.