લીંબડી તાલુકાના ૬૦ ગામોમાં ધર્મજાગૃતિ માટે વેદ અર્પણ કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - લોકોને વેદો અર્પણ કરતા બાપુ)
-વેદયાત્રા લીંબડી તાલુકાનાં ૬૦ ગામોનો પ્રવાસ સંપન્ન
લીંબડી: લોકોમાં ધર્મ અને સંસ્કૃતિની સાચી ઓળખ મળે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા આર્યસમાજ દ્વારા આયોજિત વેદયાત્રા અને છેલ્લા ૨૦ દિવસમાં લીંબડી તાલુકાના ૬૦ ગામનો પ્રવાસ કરી ધર્મસભાનું આયોજન કર્યુ હતું. જેમાં લોકોને વેદ, સંસ્કૃતિ અને ધર્મ સંદર્ભે વિસ્તૃત માહિ‌તી આપી હતી.જન્માષ્ટમી પર્વે વેદયાત્રા સંપન્ન થતા લીંબડી સતવારા સમાજની ભોજન શાળા ખાતે ધર્મસભા યોજાઇ હતી.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠના લલિતકિશોરશરણજી, અરણદાસજી મહારાજ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સંતસ્વરૂપદાસજી, પી.જે.સ્વામી, મહામંત્રી બકુલભાઈ ખાખી તથા જિલ્લા વિશ્વ હિ‌ન્દુ પરિષદનાં કિશોરસિંહ ઝાલા, એસ.ડી.બક્ષી વગેરેનાં હસ્તે ઉપસ્થિત ગ્રામજનોને ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ ચાર વેદો ગામના મંદિરોમાં ગ્રામજનોનાં પઠન માટે અર્પણ કરાયા હતાં. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.