મહુવામાં ભૂગર્ભ ગટર યોજનાનો વર્ષો જૂનો પ્રશ્ન અંતે ઉકેલાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર ગૃપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા વખતો વખત મહુવાના સોસાયટી વિસ્તારોને ભુગર્ભ ગટર આપવા માંગ કરવામાં આવેલ જેના કામોના કોન્ટ્રાકટો આપવામાં આવી રહ્યાં છે. નગર પાલીકા કારોબારી કમીટીના ચેરમેન રાજેન્દ્રસિહ જાડેજા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરેલ જે અન્વયે ગુજરાત શહેરી વિકાસ મીશન દ્વારા જાડેજાને જાણ કરવામાં આવેલ છે કે, મહુવા નગર પાલીકા ભુગર્ભ ગટર યોજનાની અમલવારી ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા કરવામાં આવે છે આ યોજના અંતર્ગત કામો પૈકી સુઅર કલેકટીંગ સીસ્ટમના કામ માટે એજન્સી નક્કી કરવામાં આવી છે અને એજન્સીને કરારખત કરવા જણાવાયેલ છે. અને ભાગ બે માં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો માટે તાજેતરમાં ભાવ પત્રક ભાવ મંગાવવામાં આવેલ છે.