જામનગરમાં લાખોટા તળાવમાં નહાવા પડેલાં બે બાળકો ડૂબ્યાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રમતા-રમતા ઘરેથી નીકળી તળાવે પહોંચ્યા ને મોત મળ્યું જામનગરમાં દિગવિજય પ્લોટ-૪૬માં સુભાષપરા વિસ્તારમાં રહેતા ગરાસિયા પરિવારના બે બાળકો શનિવારે બપોરે શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં ડુબી જતા બન્ને પરિવારમાં શોકનું મોઝુ પ્રસરી ગયું છે. રમતા-રમતા તળાવ સુધી આવેલા બન્ને બાળકો ન્હાવા પડ્યા હતા અને ડુબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જામનગર શહેર સહિત ગરાસિયા સમાજમાં શોક જન્માવનાર બનાવની પ્રાપ્તવિગતો મુજબ શહેરના દગિ્વીજય પ્લોટ-૪૬માં આવેલા સુભાષપરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ.૧ર) અને મયુરસિંહ જગતસિંહ સોઢા (ઉ.વ.૧૩) નામના બે બાળકો આજે બપોરે રમતા-રમતા લાખોટા તળાવ આવ્યા હતાં. જ્યાં ખડપીઠ સામે પાછળના તળાવમાં બન્ને બાળકો ન્હાવા પડ્યા હતાં. જેમાં ઉંડા પાણીમાં ચાલ્યા જતા બન્ને બાળકો પાણીમાં ગરદ થઇ ગયા હતાં અને ડુબી ગયા હતાં. આ બનાવની જાણ થતા ફાયર અને પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બન્ને બાળકોને બહાર કાઢયા હતાં પરંતુ બચાવ કામગીરી પૂર્વે જ બન્નેના મૃત્યુ નિપજ્યા હતાં. આ બનાવની જાણ થતા મજુર પરિવારના બન્ને બાળકોના માતા-પિતા પર વ?ધાત પડયો હોય તેમ ઘટના સ્થળે આવી આક્રંદ કર્યો હતો. પ્રો. પીએસઆઇ પટેલ સહિતના સ્ટાફે બન્ને મૃતદેહો કબજે કરી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.