સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે ઉપર ટ્રક પલટી ખાઇ જતાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. જ્યારે વઢવાણના મેમકા ગામે મોટરસાઇકલ સ્લીપ થતાં એક ઘાયલ થયો હતો.આ અકસ્માતના બંને બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રાંગધ્રા -અમદાવાદ હાઇવે ઉપર ટ્રક પલટી ખાતા અકસ્માત થયો હતો. જેમાં બાબુચંદ ગોપાલરામ બીસનોઇ અને કિલનરને ઇજા થતાં ધ્રાંગધ્રા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં વઢવાણના મેમકા ગામે મોટરસાઇકલ સ્લીપ થતાં રાજેશભાઈ મુળજીભાઈને ઇજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાતા વઢવાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.