આજે કેશુભાઇ પટેલની પરિવર્તન યાત્રા જૂનાગઢમાં, ઠેર-ઠેર કરાશે સ્વાગત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશેગુજરાત પરીવર્તન પાર્ટીનાં પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં પરીવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આવતીકાલથી વિરપુરથી પ્રારંભ થઇ રહયો છે. જે કાલે જૂનાગઢમાં આવી પહોંચી છે જેનુ ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે.ગુજરાતમાં શાસન પરીવર્તન લાવવા માટે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે ગુજરાત પરીવર્તન પાર્ટીની રચના કરી છે. જીપીપીનાં પ્રમુખ કેશુભાઇ પટેલનાં વડપણ હેઠળ સમગ્ર ગુજરાતમાં પરવિર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો તા.ર૭ સપ્ટેમ્બરનાં બપોરનાં ૧૧-૦૦ કલાકે વિરપુરથી પ્રારંભ થયો છે. આ યાત્રા જેતપુર થઇ વડાલ આવી પહોંચી છે જ્યારે કેશુભાઇ પટેલ જાહેર સભાને સંબોધશે. બાદ યાત્રા જૂનાગઢમાં પ્રવેશ કરશે.દોલતપરા ખાતે યુવાનો, અગ્રણીઓ દ્વારા સ્વાગત થશે બાદ આ યાત્રા રેલ્વે સ્ટેશન, ગાંધીચોક, મોતીબાગ, અક્ષરમંદિર, ટિંબાવાડી બાયપાસ થઇ વંથલી થઇ કેશોદ પહોંચશે. જ્યારે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને સફળ બનાવવા લલીતભાઇ સુવાગીયા, દુદાભાઇ આહીર, રમેશભાઇ પેથાણી જહેમત ઉઠાવી રહયા છે.- પૂર્વ મુખ્યમંત્રી બાદ મુખ્યમંત્રી પણ સોરઠમાં આવશેપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ આવતીકાલથી પરીવર્તન યાત્રા સાથે જૂનાગઢ જિલ્લામાં ફરી વળવાનાં છે. બાદ તેમની પાછળ તા.૧ ઓક્ટોબરનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ વિકાસયાત્રા સાથે સોરઠમાં ફરશે.