આજે વલ્લભીપુર, સિહોર અને પાલિતાણામાં મુખ્યમંત્રીની સભા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા તા.૩૦ને રવિવારે ભાવનગર જિલ્લામાં પ્રવેશ કરશે. વલ્લભીપુરના પાણવી ખાતે સાંજે ૪ વાગે સ્વાગત અને ૪-૧પ કલાકે જાહેરસભા રાખવામાં આવી છે. આ યાત્રા રવિવારે ચમારડીમાં સ્વાગત બાદ સિહોરમાં સાંજે પ-૩૦ કલાકે ક્રિકેટ મેદાન ખાતે જાહેર સભા, પાલિતાણામાં પીપરલા ખાતે સાંજે ૬-૩૦ કલાકે યાત્રા આવી પહોંચશે તો મોખડકા ખાતે સાંજે ૬-૪પ કલાકે સ્વાગત કરાશે. પાલિતાણા માર્કેટીંગ યાર્ડમાં સાંજે ૭ કલાકે જાહેર સભાને સંબોધશે.તા.૧ ઓક્ટોબરે યાત્રા ૧૦-૩૦ કલાકે ભંડારીયા પહોંચશે. જેસર ખાતે ૧૧-૩૦ કલાકે જાહેર સભાનું આયોજન કરાયું છે. જેસરથી આ યાત્રા આખરી સ્થળ હિ‌પાવડલી પહોંચશે જ્યાં સ્વાગત બાદ યાત્રા આખરી સ્થળ હિ‌પાવડલી પહોંચશૈ.