બાઈક અને કાર વચ્ચે અકસ્માત, સિહોરના ત્રણના મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર અમદાવાદ માર્ગ પર ફેદરા પાસે મોટર સાયકલ અને કાર સામ સામે ટકરાઈ જતાં સિહોરના રહીશ મોટર સાઈકલ પર સવાર એક મહીલા સહીત ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજતાં સિહોરમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિ‌તી મુજબ રવિવાર સવારના ૭ કલાકે સિહોરથી સવારના ત્રણ કલાકે સાણંદ વોટરપાર્કમાં જવા માટે નવુ હિ‌રોહોન્ડા સ્પેલન્ડર લઈને નિકળેલ અક્રમભાઈ સુલેમાનભાઈ પઠાણ, હરેશભાઈ ગોકુળભાઈ મેર અને ચાંદનીબેન મનોજભાઈ પટેલ (ત્રણેય રહે. સિહોર) એક જ મોટર સાયકલમાં સવાર થઈ નિકળ્યા હતાં. તે દરમિયાન સવારના ૭ કલાકે ધંધુકા બગોદરા હાઈ-વે ઉપર ફેદરા ગામ પાસેના, વળાંકમાં બગોદરા તરફથી આવી રહેલ એસન્ટ કાર નં. જીજે-૧ કે.પી. ૩૯૪૪ની સાથે બાઈક ચાલકે ઘડાકા ભેર અથડાતા આ ત્રણે બાઈક સવારનાં ઘટના સ્થળે જ મોત નિપજતાં સિહોરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અકસ્માતની જાણ થતા ધોલેરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. મકવાણા સ્ટાફ સાથે દોડી આવી મૃતકને પી.એમ. માટે ધંધુકા સરકારી હોસ્પિટલે ખસેડયા હતાં. જયારે મોટર સાયકલ ચાલક અક્રમભાઈ પઠાણ વિરૂધ્ધ યોગેશભાઈ મહેતા (રહે. સિહોર) નાએ ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા આગળની કાર્યવાહી પી.એસ.આઈ. એલ.ટી. મકવાણા ચલાવી રહ્યાં છે. બે મૃતકો પર પોલીસમાં ગૂના નોંધાયેલા... આ અંગે શહેરજનો દ્વારા વધુ મળતી માહીતી મુજબ મરણ જનાર અક્રમ પઠાણ ગૂનાહીત પ્રવૃત્તિ ધરાવતો હતો. અને તેની વિરૂધ્ધ અનેક ગુનાઓ નોંધાયેલ છે તે દારૂનો બુટલેગર અને તડીપાર થયેલ આરોપી છે. મનોજ પટેલ વિરૂધ્ધ પણ પાસાનો ગુનો નોંધાયેલો હતો અને તેને પણ પાસા હેઠળ જેલ હવાલે મોકલાયો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.