ગરમાળાને લુમેઝૂમે! ચોમાસું થશે મોડુ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલ પૂરબહારમાં ખીલી ઉઠી સ્વર્ણરંગી પીળા ફૂલોના ઝૂમખાથી લચી પડેલ ગરમાળાના વૃક્ષને કુદરતનું કોમ્પ્યુટર કહે છે. તેના ફુલ ખીલવાના પ્રારંભથી વરસાદનો સચોટ વરતારો કરવામાં આવે છે. વરાહમિહિ‌રે તેની બૃહદ સંહિ‌તાના રાજવૃક્ષનું નામ આપી વર્ણન કરેલ છે કે ગ્રીષ્મની મધ્યમાં ગરમાળાના ફૂલો બેસવા માંડે ત્યારથી લગભગ દોઢ મહિ‌ને ચોમાસામાં મંડાણ થાય છે. આ વર્ષે મે માસના પ્રારંભે આ વૃક્ષના ફૂલો ખીલવાની શરૂઆત થયા બાદ હવે ખીલી ઉઠેલ છે. જેથી જૂનના બીજા - ત્રીજા અઠવાડીયામાં ચોમાસુ બેસવાની પુરી સંભાવના રહેલી છે.