ધરમપુરના તલાટી-મંત્રી અને સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાણાકીય ઉચાપત કર્યાનો આક્ષેપ થયો હતો : નાયબ ડી.ડી.ઓ. એ પગલું લીધુંરાણાવાવ તાલુકાના ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીએ પંચાયત ધારાનો ભંગ કરીને વિકાસ કામોમાં નાણાંકીય ઉચાપત કરી હોવાની ફરિયાદના પગલે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી મંત્રીને ફરજ મોકૂફ કર્યા હતા. જ્યારે મહિ‌લા સરપંચને હોદ્દા ઉપરથી દુર કરવાનો હુકમ કર્યો હતો.પોરબંદર જિલ્લાની સૌથી સધ્ધર ગણાતી અને શિક્ષિત મતદારો ધરાવતી ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ ઉષાબેન કેશુભાઈ સીડા તેમજ તલાટી કમ મંત્રી જયેશભાઈ ઠકરાર સામે આ જ ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્ય પોપટ ગોવા ચાંચીયા સહિ‌તના ત્રણ સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે, સરપંચ ઉષાબેન સીડા અને તલાટી કમ મંત્રીએ છેલ્લા ઘણા સમયથી વ્યાપક પ્રમાણમાં નાણાંકીય ગેરરીતીઓ, સરકારી નાણાંની ઉચાપત અને ભ્રષ્ટાચાર આચર્યો છે. આથી તેમની સામે તપાસ કરીને પગલા લેવાની માંગણી કરી હતી.આ રજુઆત બાદ પણ કોઈ પગલા નહીં લેવાતા ચુંટાયેલા સભ્ય પોપટ ગોવા ચાંચીયા, ધાનીબેન પોપટભાઈ ચાંચીયા અને સંતોકબેન વેજાભાઈ ગામીએ જિલ્લા પંચાયત કચેરી સામે છેલ્લા સાત દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું હતું. અંતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ આ ફરિયાદને પગલે ધરમપુર ગ્રામ પંચાયતના મહિ‌લા સરપંચ ઉષાબેન કેશુભાઈ સીડાને હોદ્દા ઉપરથી દુર કર્યા છે તેમજ તલાટી કમ મંત્રી જયેશભાઈ ઠકરારને ફરજ મોકૂફ કરી દીધા હતા. આજરોજ ઉપવાસ ઉપર બેઠેલા ત્રણેય સદસ્યોને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંડયાએ પારણાં કરાવ્યા હતા. તલાટી અને મહિ‌લા સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરાતા ચર્ચા જાગી છે.શું કહે છે મહિ‌લા સરપંચ ?ધરમપુર ગ્રામ પંચાયતના મહિ‌લા સરપંચ ઉષાબેન કેશુભાઈ સીડાને હોદ્દા ઉપરથી દુર કરવામાં આવ્યા છે. આ અંગે તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં એવું જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીની વહીવટી ભૂલને કારણે આ પ્રશ્ન ઉભો થયો છે. ખરેખર નાણાંની કોઈ ઉચાપત થઈ નથી.