મહુવાના મોટા ખુંટવડાને તાલુકો બનાવવા ઉઠતી પ્રબળ લોકમાંગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા વિકાસ લક્ષી કામો અંગે તેમજ નવા તાલુકાઓ અને જિલ્લાઓની જાહેરાત કરાઈ રહી છે. ત્યારે આસપાસના ૬૦ ગામોની સંખ્યા ધરાવતા મોટા ખુંટવડાને તાલુકા કક્ષાનો દરજ્જો આપવા પ્રબળ માંગ ઊઠી છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ મહુવા ખાતે જિલ્લા કક્ષાની હોસ્પીટલ, બોટાદને નવો જિલ્લો બનાવવા, મોટા ગામોને તાલુકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે ત્યારે આસપાસનાં ૬૦ જેટલા ગામોનો વિસ્તાર ધરાવતા મોટા ખુંટવડાને તાલુકો બનાવવાની જાહેર કરવા માંગણી છે. અગાઉ તાલુકાની માંગણી માટે ગ્રામ પંચાયતનાં ઠરાવો પણ મોકલાયા છે. મહુવા તાલુકો મોટો હોવાથી અનેક ગામોનો વિસ્તાર ધરાવે છે જેથી લોકોના વહીવટી કામોમાં પણ વિલંબ થાય છે. ત્યારે મોટા ખુંટવડાને જો તાલુકો બનાવવામાં આવે તો મહુવાથી વિભાજીત થવાથી વહીવટી કામોમાં સરળતા રહે તેમ છે. જેથી મોટા ખુંટવડા અને આસપાસના ગામનાં લોકોની માંગણી છે.