પવનની ઝડપ અને દિશા, ચોમાસુ ઢુંકડુંનાં એંધાણ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પવનની ઝડપ અને દિશા બદલાતા મળતા શુભ સંકેત: હવામાન વિભાગ - જિલ્લામાં ચાર દિવસમાં વરસાદ થવાની શક્યતા સોરઠમાં છેલ્લા પાંચ દિવસમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આકાશમાં વાદળોની સંખ્યા વધી રહી છે અને પવનની ઝડપ તેજ બની છે. સાથે દિશા પણ બદલાઇ છે જે વરસાદ થવાનાં એંધાણ છે અને ચાર દિવસમાં વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ જણાવી છે. ઉનાળાની સિઝન અંત ચરણ છે. જોકે ભીમ અગીયારસનાં વાવણી લાયક વરસાદ થતો હતો પરંતુ ગોલ્બર વોર્મગિનાં કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. પરિણામે ઋતુમાં પણ ફેરફાર થવા લાગ્યા છે. હાલ ઊનાળાની સિઝન પૂર્ણ થવાનાં આરે છે. સાથે વાતાવરણમાં નાટયાત્મક પરિવર્તન આવ્યું છે. છેલ્લા ચાર દિવસમાં પવનની ઝડપમાં વધારો થયો છે અને આકાશમાં વાદળા નિકળતા લોકો અસહય બફારાનો અનુભવ કરી રહયા છે. હવામાન ખાતાનાં સુત્રોનાં જણાવ્યા મૂજબ આજે મહતમ તાપમાન ૩૮.૪ અને ન્યૂનતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી રહયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૭૯ અને સાંજનાં ૪૦ ટકા રહયું હતું અને પવનની ઝડપ ૧૫.૫ રહી હતી. હવામાન વિભાગનાં ડૉ.ડી.ડી. શાહુએ જણાવ્યું હતું કે, પવનની ઝડપ વધી છે જે ચોમાસાની સિઝન શરૂ થવાનાં સંકેત છે. પવનની દિશા પણ બદલાઇ છે. ચાર દિવસમાં વરસાદ થવાની શક્યતાં છે. - આગોતરા વાવેતરમાં પણ ખેડૂતો જોતરાયા જૂનાગઢ જિલ્લામાં મોટાભાગનાં તાલુકાઓ પાણી લાયક હોય ખણા ખેડુતો ઓરવાણ કરી મગફળીનું વાવેતર કરી રહયાં છે. ચોમાસું નજીક આવતાં ખેડૂતો આગોતરા વાવેતરમાં લાગી ગયા છે.