દલિતો ઉપર થયેલ અત્યાચારના વિરોધમાં સમાજની મૌન રેલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં દલીતો ઉપર અત્યારચારના વધેલા બનાવને લઇને દલીત સમાજમાં રોષ જોવા મળી રહયો છે. દલીત સમાજના લોકો ઉપર થતા અત્યાચાર રોકવા ભેંસાણ તાલુકા સૌરાષ્ટ્ર દલીત સંગઠન અને તાલુકા દલિત સમાજનાં કાર્યકરોએ મૌન રેલી સ્વરૂપે મામલતદાર હસ્તે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું છે. ભેંસાણ તાલુકા સૌરાષ્ટ્ર દલીત સંગઠનના પ્રમુખ મનસુખભાઇ વાઘેલા અને ઝોનલ સંયોજક અરવિંદભાઇ ચૌહાણની આગેવાની હેઠળ આજે તાલુકાભરના દલીત લોકોએ જકાતનાકા ચોકડીથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢી હતી અને મામલતદાર એન.આર.ગોહીલ હસ્તે રાજ્યપાલને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના ૮ દલીત યુવાનોને સળગાવી, ફાયરિંગ દ્વારા હત્યા કરવી, હાથ-પગ ભાંગી નાખવા, બાંધી દઇ સામૂહીક માર મારવા જેવા અત્યાચાર ગુજારવામાં આવેલ છે. આ ગંભીર બનાવ છતા તંત્ર બેદરકાર રહયુ છે. જેથી અસરગ્રસ્ત પરિવારજનોને ન્યાયમળે તેવી માંગ કરી હતી. આ તકે દલીત સમાજના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. - વંથલીનાં દલિત સમાજે પણ આપ્યું આવેદન વંથલીનાં દલિત સમાજે પણ કરશનભાઇ મેઘજીભાઇ વાણવી, શંકરભાઇ વાણવી અને ગાંઠીલાનાં સરપંચ મુકેશભાઇની આગેવાની હેઠળ મામલતદારને આવેદન પત્ર આપી થાન પોલીસનાં ફાયરિંગમાં મોતને ભેટેલા ત્રણેય યુવાનોનાં પરિવારજનોને ૧૦ લાખની સહાય, ૨ હેકટર જમીન આપવાની માંગણી કરી છે. તેમજ પોલીસ અધિકારીને ડીસમીસ કરવાની માંગ કરી હતી.