જૂનાગઢનાં વિજાપુર નજીક હત્યા કરાયેલી લાશે સર્જ્યું રહસ્ય

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં વિજાપુર નજીકથી ગત સવારે એક અજાણ્યા યુવાનની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા નપિજાવેલી લાશ મળી આવી હતી. મૃતકને કોઇએ બેરહેમીથી ૧૮ જેટલા તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી તેમજ માથામાં બેલુ મારી માથુ છુંદવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ હત્યા અંગે તપાસ કરતા તાલુકા પોલીસનાં પીએસઆઇ એ.બી. સીસોદીયાએ હાથ ધરી છે. તપાસનીશનાં જણાવ્યા પ્રમાણે મૃતક યુવાનનાં ફોટોગ્રાફ્સ લઇ પોલીસ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તેમજ વિજાપુર આસપાસનાં તમામ ગામડાઓમાં ફરી રહી હોવા છતાં મૃતકની કોઇ ઓળખ મળતી નથી. ત્યારે આ યુવાન જૂનાગઢ જિલ્લા બહારનો અથવા કોઇ વાલી-વારસ વગરનો હોવાનું પણ અનુમાન થઇ રહ્યું છે. હાલ આ લાશે અનેક રહસ્ય સજર્યા છે