ચોમાસું ઢૂંકડું આવતા જહાજના બીચીંગની સિઝનનો થશે પ્રારંભ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ બે માસનાં વેકેશન દરમ્યાન સાગર ખેડુ દરિયો નહિ‌ ખેડે ચોમાસાના આગમનની છડી પોકરાઈ ચૂકી છે. આ માસના બીજા-ત્રીજા અઠવાડિયામાં ચોમાસાની વિધિવત શરૂ થવાની ધારણા છે ત્યારે દરિયામાં વેપાર અર્થે ગયેલા ભાવનગર જિલ્લા સહિ‌ત સૌરાષ્ટ્રનાં જહાજોનું પહેલી જૂનથી બીચીંગ થવાનું શરૂ થઈ ગયું છે. હવે ચોમાસા દરમ્યાન વેપારીઓ, માછીમારો દરિયો ખેડવાનું ટાળશે. ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, ઘોઘા, રાજુલા, જાફરાબાદ વગેરે સહિ‌ત સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં જહાજો વેપાર માટે દુબઈ, સોમાલિયા, એડન તરફ દર વર્ષે મોટી સંખ્યામાં જાય છે. એશિયા અને આફ્રિકાના દેશોમાં સૌરાષ્ટ્રનાં જહાજો નિયમિત વેપાર અર્થે જાય છે. સોમાલિયા, એડન તરફ દર વર્ષે મોટી સંખ્યામાં જાય છે. એશિયા અને આફ્રિકાના દેશોમાં સૌરાષ્ટ્રનાં જહાજો નિયમિત વેપાર અર્થે જાય છે. સોમાલિયાના દરિયામાં ચાંચિયાઓનો આતંકહોવા છતાં ત્યાં જવા માટે સારૂં ભાડું મળતું હોવાથી સૌરાષ્ટ્રનાં જહાજ માલિકો ત્યાં જવાની હિંમત કરતાં હોયથી તેઓ પોતાનો વેપાર વધારી શકયા છે. ચોમાસા દરમિયાન દરિયામાં પ્રચંડ મોજા ઉછળવા સાથે તે તોફાની બનતો હોવાથી સામાન્ય રીતે જૂનથી ઓગસ્ટ દરમ્યાન વેપાર અને માછીમારી માટે જહાજો જતાં નથી. સરકાર દ્વારા પણ દરિયો ન ખેડવાનું જાહેરનામું બહાર પડાય છે. જેનો અમલ આ જૂનનાં પ્રથમ અઠવાડિયાથી કરાશે. આ સમયગાળા દરમ્યાન પહેલા નાના અને પછી મોટા જહાજો કાંઠા પર પરત ફરશે. આ વેકેશન દરમ્યાન સાગર ખેડુઓ સામાજિક કાર્યો કરવામાં, પરિવાર સાથે સમય ગાળવાનું, બોટ અને જહાજમાં સમારકામ, નવી બોટનું બાંધકામ વગેરે જેવા કાર્યો કરે છે. સપ્ટેમ્બરમાં ફરીથી દરિયો ખેડવાની તૈયારી કરે છે. ખજૂર, સી ફુડ વગેરેનું થતું પરિવહન... ગુજરાતમાં સૌથી વધુ દરિયા કાંઠો ધરાવતા ભાવનગર જિલ્લાનાં તથા સૌરાષ્ટ્રના બંદરો પરથી મુખ્યત્વે ખજૂર, સીફૂડ, ડીહાઈડ્રેડ ઓનિયન વગેરે માલનું પરિવહન વધારે થાય છે. આ જહાજો ૨૦૦ ટનથી ૨૦૦૦ ટન સુધીનાં માલનું વહન કરે છે. જામનગર જિલ્લાનાં એકલા સલાયા બંદરે જ આવા ૧૮૦ થી વધુ જહાજો છે. જયારે આપણા જિલ્લા સહિ‌ત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧પ૦૦ જેટલા જહાજો માલનું પરિવહન કરે છે.