કોડીનારમાં ખનિજનાં ડમ્પર જપ્ત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તમામ સાતેય ડમ્પર અંબુજા સિમેન્ટ કંપનીની માલિકીનાં

- આરઆરસેલની કાર્યવાહી બાદ ખાણખનિજ ખાતુ પણ હરકતમાં આવ્યું


કોડીનાર પંથક વિસ્તારમાં ગેરકાયદે લાઇમ સ્ટોન સહિ‌તનાં ખનીજની હેરાફેરી કરતા વધુ સાત જેટલા ડમ્પરોને જૂનાગઢ આર.આર.સેલ દ્વારા ઝડપી લઇ કલમ ર૦૭ હેઠળ કાર્યવાહી કરતા ગેરકાયદે હેરાફેરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ મચી ગયો છે.આજે ઝડપાયેલા લાઇમ સ્ટોન ભરેલા ડમ્પર ચાલકો પાસે ખાણ ખનીજની રોયલ્ટી અંગે પણ કોઇ પાસ પરમીટ ન હોઇ ખાણ ખનીજ દ્વારા ૩૪ હેઠળ કાર્યવાહી કરતા મોટી ખનીજચોરી પકડવવાની શક્યતા છે. પકડાયેલા આ લાઇમસ્ટોનનાં તમામ ડમ્પર અંબુજા સીમેન્ટની માલીકીનાં હોવાનું જાણવા મળે છે. આ ડમ્પરો અંબુજા સીમેન્ટની સુગાળા લાઇમ સ્ટોનની માઇન્સમાંથી લાઇમ સ્ટોન ભરી આવતા હતા ત્યારે જૂનાગઢ આર.આર.સેલનાં પી.એસ.આઇ. સી.એમ.કુંભાણી સહિ‌તનાં સ્ટાફે ઝડપી લીધા હતા.પકડાયેલા ડમ્પરોમાં નંબર જીજે ૧૧ વાય પ૭૩પ, પ૭૨૪, પ૭૨પ, પ૭૨૬ તથા જીજે ૧૧ એક્ષ ૮૯૮૪, ૮૬૪૭, ૮૯૮૮નો સમાવેશ થાય છે. કોડીનારનાં છાછર ગામ નજીક આર.આર.સેલ દ્વારા પકડાયેલા લાઇમ સ્ટોન ભરેલા આ તમામ ડમ્પરો અંબુજાની સુગાળા માઇન્સમાંથી ભરાયા હતા. ત્યારે અંબુજા સીમેન્ટ કોઇ પણ પ્રકારની ખનીજ ચોરી નથી કરતી તેવા બણગા ફુંકતા ખનીજ તંત્ર માટે પોલીસે કરેલી આજની કામગીરી તમાચા સમાન છે.તમામ ડમ્પરો પાસે રોયલ્ટી અંગેના કોઇ પણ પ્રકારનાં પાસ ન હોઇ જે સાબિત કરી આપે છે કે અંબુજા સીમેન્ટની સુગાળા માઇનીંગ વિસ્તારમાંથી કેટલા મોટા પ્રમાણમાં ખનીજ થતી કરતા હશે અને ખનીજ ખાતાનાં અધિકારીઓ જો દૂધે ધોયેલા હોય તો આ વિસ્તારમાં કરેલા માઇનીંગ ખાડાઓનો સર્વે કરી પોતાની પ્રમાણીકતા સાબિત કરી આપે. જો કે આજની આર.આર.સેલની પ્રસંસનીય કામગીરી સામે કંપનીના અધિકારીઓએ ઉચ્ચકક્ષા સુધી ટેલીફોનના દોરડા ધમધમતા કર્યા હતા. જેથી આ સીમેન્ટ કંપની સામે હવે પછીના લેવાનાર પગલા સામે પ્રશ્નાર્થ મુકાઇ ગયો છે.- ઊનામાંથી ખનીજ ચોરી કરતા પાંચ ટ્રેકટરો પકડાયાઊના શહેરમાંથી ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી કરતા પાંચ ટ્રેકટરો પકડી પાડયા છે. ટ્રેકટરો સાથે તેનાં પાંચેય ડ્રાઇવરોને પણ પકડી લેવાયા છે. ભરેલા ટ્રેકટરોમાં રેતી અને બેલા પથ્થરો મળી આશરે ૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જૂનાગઢ જિલ્લાનાં ખાણ ખનીજ વિભાગનાં નિયામક જીજ્ઞેશ દવેની સુચનાથી ગઇકાલે ઊનાનાં માઇન્સ સુપરવાઇઝર રોહિ‌ત પટેલે સ્ટાફ અને પોલીસને સાથે રાખીને શહેરમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં પાંચ ટ્રેકટરો પકડાયા હતા. પાંચ પૈકી એક ટ્રેકટરમાં રેતી અને બીજા ચાર ટ્રેકટરોમાં બેલા પથ્થરો ભરેલા હતા.રેતી ઊના શહેરની રાવલ નદીમાંથી રોયલ્ટી ભર્યા વિના અને લીઝ મેળવ્યા વિનાજ ભરાઇ હોવાનું માલુમ પડતાં તે કબ્જે કર્યું હતું. એ રીતે બાકીનાં ચાર બેલા પથ્થરો ભરેલા ટ્રેકટરો પણ લીઝ મંજૂર થયા વિનાની ગેરકાયદેસરની ખાણમાંથી આવતી હોવાનું માલુમ પડયું હતું. આથી એ ચાર ટ્રેકટરો પણ કબ્જે કરાયા હતા પાંચેય ટ્રેકટરોનાં ડ્રાઇવરોને પોલીસને હવાલે કરાયા હતા. ભૂસ્તર વિભાગે કબ્જે કરેલા મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. ૩૦ લાખ થવા જાય છે એમ માઇન્સ સુપરવાઇઝર રોહિ‌ત પટેલે જણાવ્યું હતું. પકડાયેલા ટ્રેકટરોનાં આધારે માલ ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો, ગેરકાયદેસરની ખાણનું સંચાલન કોણ કરતું હતું એ અંગે ભૂસ્તર વિભાગે સઘન તપાસ હાથ ધરી છે.