સાયન્સ કોલેજ યુનિ.નાં ૨૨માં કસુંબલ યુવક મહોત્સવમાં ચેમ્પિયન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બોટાદ ખાતે આયોજિત યુનિ.નાં ૨૨માં કસુંબલ યુવક મહોત્સવમાં સતત પાંચમી વખત સર પી.પી. ઈન્સ્ટી. ચેમ્પિયન અને કે.પી.ઈ.એસ. કોલેજ રનર્સઅપ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિ‌ટીના યુવક મહોત્સવમાં સતત પાંચમી વખત જનરલ ચેમ્પિયનશીપ મેળવી ભાવનગરની સર પી.પી. ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સે એક નવો ઈતિહાસ રચ્યો છે. લઘુનાટક, માઈમ, સમૂહ ગીત અને કલાયાત્રા જેવી મુખ્ય મુખ્ય સ્પર્ધાઓમાં સાયન્સ કોલેજના કોલેજિયન કલાકારો પ્રથમ ક્રમ મેળવી કોલેજનું નામ વધુ રોશન કર્યું છે. સર પી.પી. ઈન્સ્ટિ‌ટયુટે પ્રથમ ક્રમ મેળવ્યો, કે.પી.ઈ.એસ. કોલેજે રનર્સઅપ અને તૃત્તિય ક્રમે નંદકુંવરબા મહિ‌લા આર્ટસ કોલેજ રહી જે ગત વર્ષે રનર્સઅપ રહી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિ‌ટીનો ૨૨મો થનગનાટભર્યો ત્રિદિવસીય યુવા મહોત્સવ બોટાદની વી.એમ. સાકરીયા મહિ‌લા કોલેજના યજમાનપદે આજરોજ પૂર્ણ થયો હતો. યુવા મહોત્સવમાં ભાગ લીધેલ ૬૮ કોલેજ ભવનના વિવિધ સ્પર્ધાઓના પરિણામોને અંતે યુનિવર્સિ‌ટીની સર પી.પી. ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ કોલેજ ૪૯ ગુણાંક સાથે પ્રથમ ક્રમાંકે રહેલ છે. જ્યારે દ્વિતિય ક્રમાંકે ૪૧ ગુણાંક સાથે કે.પી.ઈ.એસ. કોલેજ રહેલ જ્યારે તૃત્તિય ક્રમાંકે ૩પ ગુણાંક સાથે નંદકુંવરબા મહિ‌લા આર્ટસ કોલેજ રહેલ છે. પૂર્ણાહુતિ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષપદે રહેલ ગુજ.વિધાનસભાનાં વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિ‌લે રોમાંચક શૈલીમાં કલાકારો-વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યુ હતું કે ખરેખર વિદ્યાર્થીકાળએ જીવનનો સૌથી સુવર્ણકાળ હોય છે. તેમાં જીવવાનું અને શીખવાનું બધુ હોય છે. તેમનો પણ મહત્તમ કાળ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી તરીકે વ્યતિત થયો છે તે દિવસો હજુ પણ તે ભૂલ્યા નથી તેમ કહ્યું હતું. પૂર્ણાહુતિનાં અધ્યક્ષસ્થાનેથી કુલપતિ ડો.ડી.આર. કોરાટે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓએ હંમેશા વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમના વિકાસની ખેવના કરી છે સાથે સાથે સંસ્થાનો વધુમાં વધુ વિકાસ થાય, વિદ્યાર્થીઓની ટેલન્ટ વધે તે પ્રકારના કાર્યક્રમો યોજાતા રહે તે હંમેશા ધ્યાને રાખેલ છે. વિદ્યાર્થીઓ અભ્યાસ-કલા-સાહિ‌ત્ય દ્વારા તેનો અને સમાજનો વિકાસ કરે તે અગત્યનું છે. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના વગર મહેમાનોનું શાબ્દીક સ્વાગત યુનિવર્સિ‌ટી ઓએસડી એ.એમ. યુસુફઝઈએ કર્યું હતું. યુવા મહોત્સવના પ્રતિભાવો કેપીઈએસ કોલેજનાં આચાર્ય ભાવેશ જાની તેમજ એમ.જે.સી.સી.ની વિદ્યાર્થી સૈયદ રજીયાબાનુ તથા સર પી.પી. ઈન્સ્ટીટયુટ જોલી પટેલે આપ્યા હતા. મંચસ્થ મહાનુભાવોએ વિજેતા કલાકાર ભાઈઓ-બહેનોને પ્રમાણપત્રો-પુરસ્કાર અર્પણ કર્યાં હતાં. આભારવિધિ વી.એમ. સાકરીયા કોલેજનાં આચાર્યા ડો.શારદાબેન પટેલે કરી હતી. યુવા મહોત્સવને અંતે શારીરિક શિક્ષણ નિયામક ડો.સી.સી. ઝાલાએ પરિણામોની જહેમત કરી હતી. સાયન્સ કોલેજને જે સફળતા મળી છે તે માટે પ્રિ. ઘનશ્યામભાઈ પટેલ, પ્રો.આશીષ શુકલ, પ્રો. શૈલેષ મહેતા, ડો.આશીષ ઝાલા, ડો.નરેશ ચાવડા, ડો.રૂત્વા દવે, પ્રા.ડીમ્પલ શાહ, પ્રા.જય પંડયા, પ્રા. હિ‌રલ ત્રિવેદી, પ્રો.ફાતિમાનું ટીમવર્ક હતું. સેમેસ્ટર સિસ્ટમમાં સતત શિક્ષણ વચ્ચે આ કોલજના વિદ્યાર્થીઓએ કલાભિમુખ રહી પાંચમા વર્ષે વિજેતાપદ જાળવી રાખ્યું છે. - યુવક મહોત્સવની સાથે... સાથે - વિજેતા જાહેર કરાયા ત્યારે તાળીઓના ગડગડાટ અને અન્ય સાથીઓના ખભે બેસાડી નાચતા-ગાતા ઈનામ કે શિલ્ડ લેવા આવતા કોલેજિયનોને લવીધે સમગ્ર માહોલ સતત ધબક્તો રહ્યો હતો. - આજે ભાદરવાનો બફારો હોવા છતાં યુવક-યુવતીઓએ બપોરે આ સમાપન કાર્યક્રમ પૂરા જોશ સાથે માણ્યો હતો. - ગત વર્ષે નંદકુંવરબા મહિ‌લા કોલેજ દ્વિતિય ક્રમે હતી તે આ વખતે તૃત્તિય ક્રમે રહી તો ગત વર્ષે તૃત્તિય ક્રમે રહેલી કે.પી.ઈ.એસ. કોલેજ આ વખતે દ્વિતિય ક્રમ મેળવી ગઈ. - આ વખતે પણ કોલેજિયન યુવતીઓનું પ્રમાણ સમગ્ર કાર્યક્રમમાં વધતા એક પ્રાધ્યાપકે 'મહિ‌લાઓના યુગ’ની મીઠી ટકોર કરી હતી. - ફાઈનલ રિઝલ્ટ ક્રમ કોલેજનું નામ પોઈન્ટ પ્રથમ વિજેતા સર પી.પી. ઈન્સ્ટિ‌યુટ ઓફ સાયન્સ ૪૯ દ્વિતિય વિજેતા કે.પી.ઈ.એસ. કોલેજ ૪૧ તૃત્તિય વિજેતા નંદકુંવરબા મહિ‌લા કોલેજ ૩પ - આજે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે દર વર્ષની પરંપરા છે કે યુનિ. યુવક મહોત્સવના સમાપન સમારોહ બાદના દિવસે યુનિ.માં શૈક્ષણિક કાર્ય ઠપ્પ રહે છે. આ વખતે પણ તા.૨૪ ઓક્ટોબરને સોમવારે ભાવનગર યુનિ.માં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.