ભાવનગર જિલ્લામાંથી વધુ બે સગીરાને બદકામના ઈરાદે ભગાડી જવાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લામાંથી સગીરાને ભગાડી જવાના બનાવોમાં ક્રમશ: ચિંતાજનક વધારો પોલીસ દફતરે નોંધાઈ રહ્યો છે. સોમવારે બોટાદ અને મહુવાના ડોળીયાની સગીરાને ભગાડી ગયાની ફરિયાદ ફાટી છે. પ્રાપ્ત વિગત મુજબ બોટાદ શહેરમાં રહેતી સગીરાને અરવિંદ કરશન પ્રજાપતિ કુંભાર લલચાવી ફોસલાવી બદકામ કરવાને ઇરાદે તેની મોટરસાઇકલ પર ભગાડી જઇ ગુન્હો કર્યાની સગીરાના પિતાએ બોટાદ પોલીસમાં ફરીયાદ નોંધાવતા બોટાદ પોલીસે આઇપીસી કલમ ૩૬૩,૩૬૬ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પીઆઇ ડી પી વાઘેલા ચલાવી રહ્યાં છે. જ્યારે મહુવાના ડોળીયા ગામની ૧૧ વર્ષીય સગીરાને તે જ ગામના ધરમશી રામભાઈ બારૈયા લલચાવી, ફોસલાવી બદકામના ઈરાદે ભગાડી ગયાની સગીરાના પિતાએ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.