રેવન્યુ-પંચાયત તલાટીની કામગીરી અલગ થશે

૧લી એપ્રિલથી અમલવારી શરૂ કરવામાં આવશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Mar 31, 2011, 02:29 AM
Revenue panchayat talatis work will be separate
- ૧લી એપ્રિલથી અમલવારી શરૂ કરવામાં આવશે જામનગર જિલ્લામાં એક એપ્રિલથી રેવન્યુ અને પંચાયત તલાટીની કામગીરી અલગ-અલગ કરવામાં આવશે. જામનગર જિલ્લામાં અગાઉના રેવન્યુ-પંચાયતની બન્ને કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીની અલગ-અલગ કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લાના દશેય તાલુકાઓ માટે રેવન્યુને લગતી કામગીરી સંભાળવા માટે સરકાર દ્વારા રેવન્યુ તલાટીની અલગ ભરતી કરવામાં આવી છે. આ કર્મચારીઓની હાલ તાલીમ પૂર્ણ થયે શુક્રવાર તા.૧લી એપ્રિલથી તેઓને અલગ કામગીરી સોંપવામાં આવનાર છે. ખંભાળિયા તાલુકા માટે નવા આઠ રેવન્યુ તલાટી મુકવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ તલાટી ખંભાળિયા કંડોરણા તેમજ સલાયા વિભાગની રેવન્યુ કામગીરી સંભાળશે. ખંભાળિયાના તલાટી ખંભાળિયા શહેરની જુદી-જુદી ગ્રામ પંચાયત માટે, કંડોરણાના તલાટી કોટા બજાણા વગેરે ગામો માટે તેમજ સલાયા વિભાગના તલાટી સોડસલા-ખરોડીયા વગેરે ગામોની રેવન્યુ કામગીરી આગામી તા. ૧લી એપ્રિલથી સંભાળનાર હોવાનું જાણવા મળે છે. જ્યારે જામનગર સીટી માટે નવા સાત જેટલા તલાટી નિમાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અગાઉના તલાટી-કમ-મંત્રી પંચાયત અને રેવન્યુ વિભાગની બન્નેની કામગીરી સંભાળતા, તેઓની વધતી જતી કામગીરી તથા પારદર્શીતા વગેરેને ધ્યાને લઇ તેઓને હવેથી માત્ર પંચાયતને લગતી કામગીરી જ સંભાળવાની રહેશે અને તેઓ હવેથી પંચાયત-મંત્રી તરીકે ઓળખાશે.

X
Revenue panchayat talatis work will be separate
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App