થાનના દલિત ત્રણેય મૃતકનાં પરિવારને રૂ. ૫૦ હજાર અપાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનગઢમાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા ત્રણ દલિત યુવાનોનાં પરિવારને સાંત્વના આપવા શનિવાર રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રિય અધ્યક્ષે આવ્યા હતાં. જેમાં થાનના ત્રણેય મૃતકોના પરિવારોને રૂ. ૫૦ હજાર આપવાની જાહેરાત કરી હતી.રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રિય અધ્યક્ષ રામદાસ આઠવલે થાનમાં મૃત્યુ પામેલા ત્રણ દલિત યુવાનોનાં પરિવારને સાંત્વના પાઠવવા શનિવારે આવ્યા હતાં. અમદાવાદ પરત ફરતા તેઓએ પોતાના ચોટીલામાં થોડો સમય રોકાણ કર્યું હતું. રામદાસ આઠવલે જણાવ્યું કે, પોલીસો સામે યોગ્ય કાર્યવાહી કરી સખત પગલાં લેવામાં આવે તે જરૂરી છે. જ્યારે તેઓએ ત્રણેય મૃતકોના પરિવારોને રૂ. ૫૦ હજાર આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ચોટીલા થાન રોડ પર ગૌમાતા માટે શહીદ થયેલા રાજુભાઈ ખાતરની પ્રતિમાને પણ ફુલહાર શ્રધ્ધાંજલી અર્પી હતી. આ સમયે શિવસેના પ્રમુખ હરેશ ચૌહાણ, શહેર પ્રમુખ અનકભાઇ ખાચર, વિદ્યાર્થીસેના પ્રમુખ જય શાહ, તાલુકા પંચાયત સભ્ય મોંઘીબહેન બથવાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. - ધ્રાંગધ્રામાં થાન ઘટનાના આરોપીની ધરપકડ માટે આવેદન અપાયું ધ્રાંગધ્રા થાનમાં ત્રણ દલિત યુવાનોના પોલીસ ફાયરિંગમાં મોત થયા હતાં. આ ઘટનાના દોષિત પોલીસ કર્મચારીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે આવેદનપત્ર રેલી સ્વરૂપે જઇ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર આપ્યું હતું.આ પ્રસંગે હસુભાઇ સોલંકી, ખોડીદાસ ચાવડા, શંકરભાઈ રાઠોડ, જે.સી.સોલંકી, જયંતીભાઈ મકવાણા, હસુભાઈ વાણીયા સહિતના યુવાનો જોડાયા હતાં. આ આગેવાનોએ તાત્કાલીક દોષીત પોલીસ કર્મચારીઓને ઝડપી પાડવાની માંગણી કરી હતી.