ભાવનગરમાં રામદેવપીર જન્મોત્સવનો ઉમંગભેર પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં રામદેવપીરનાં જન્મોત્સવનો આજથી ઉમંગ અને શ્રદ્ધાભેર વિવિધ મંડળો દ્વારા પ્રારંભ થયો છે જેમાં ઘોઘા રોડ ગૌશાળા, ભરતનગર, ઘોઘારોડ જકાતનાકા અખાડા પાછળ સહિ‌તનાં વિવિધ મંડળો ઉત્સાહભેર મહોત્સવમાં જોડાયા હતા. વિવિધ વિસ્તારોમાં ભાવિકો ઘરેથી નેજા લઈ નેજા યાત્રામાં જોડાયા હતા અને રામદેવપીરના મંદિરે પહોંચી નેજા ચડાવ્યા હતાં. આજથી સાડાત્રણ દિવસ સુધી બાબા રામદેવનો જન્મોત્સવ ઉજવાશે. આ નિમિત્તે ઠેર-ઠેર રામાપીરનું આખ્યાન સહિ‌તનાં ધાર્મિ‌ક કાર્યક્રમોનું શ્રદ્ધાભેર આયોજન કરાયું છે. સૌ ભાવિકો રામદેવપીરની ભક્તિમાં લીન બનશે. શહેરનાં ઘોઘારોડ, જકાતનાકા, અખાડાની પાછળ જય રામાપીર બાળ મિત્ર મંડળ આયોજિત ઉત્સવનું આયોજન કરાયેલ છે. જેમાં પ્રથમ દિવસે રામદેવજી મહારાજની શોભાયાત્રા નિકળી હતી જ્યારે તા.૨પ-૯ મંગળવારે આરતી, રાત્રે આખ્યાન, તા.૨૬-૯નાં સત્સંગ, ગરબા-ભજન, તા.૨૭ બુધવારે પાટના વધામણા કરાશે. જ્યારે ભરતનગર, યોગેશ્વરનગર બજરંગદાસ બાપાની મઢુલી પાસે બાબા રામદેવપીર મિત્ર મંડળ આયોજિત જન્મ મહોત્સવનું આયોજન કરાયેલ છે. જેમાં પ્રથમ દિવસે નેજા પૂજન, શોભાયાત્રા રાત્રીનાં સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. તા.૨પ મંગળવારે આખ્યાન, દેગ સત્સંગ, રામાપીરનો જન્મોત્સવ, તા.૨૬ને બુધવારે હવન, બટુક ભોજન, ભજન વગેરે કાર્યક્રમો યોજાશે. જ્યારે ઘોઘારોડ ગૌશાળા નવા રણુજા ધામે રાત્રે રામદેવપીરનો ઉત્સવ ઉજવાશે. જેમાં પ્રારંભમાં નેજાવિધી થઈ હતી તા.૨પને મંગળવારે રામદેવપીરનાં પારણા, સત્સંગ, બટુક ભોજન તેમજ તા.૨૬ને બુધવારે સમાધીનું વર્ણન સમાધીનું શ્રીફળ રાત્રે ૮ કલાકે મુકાશે તેમજ રાત્રિનાં ભજન-સત્સંગ સહિ‌ત કાર્યક્રમો ભક્તિભાવભેર ઉજવાશે.