રાખડીનાં પગરવ : રૂ, ૨થી ૨૦૦૦ સુધીની વેરાયટી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ એવા રક્ષા બંધનનો બજારમાં ઉત્સાહ વર્તાઇ રહ્યો છે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન. બળેવ તરીકે પણ જાણીતા આ તહેવાર આડે ૧૫ દિવસ બાકી છે. ત્યારે અમરેલીની બજારમાં રાખડીનો પગરવ થઇ ચૂકયો છે. સામાન્ય લાલ દોરાવાળી ૨ રૂપિયાની રાખડીથી લઇને ૨૦૦૦ રૂપિયા સુધીની અવનવી રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. રક્ષાબંધનનાં પર્વનો ઉત્સાહ બજારમાં વર્તાઇ રહયો છે. રક્ષાસૂત્રની અવનવી વેરાયટીઓ અને નવા સ્ટોકથી કોસ્મેટિક, ગિફટસની દુકાનો છલકાઇ રહી છે. બેનડીઓ પોતાના ભઇલાનાં ‘કાંડા’ શોભાવતું રક્ષાસૂત્ર બધાંથી ચિઢયાતું જ હોય તે માટે બહેનો ‘જરા હટકે’ રાખડી શોધવા દુકાને- દુકાને ફરી રહી છે. - બાળકોમાં છોટા ભીમ ટી.વી. પ્રોગ્રામમાંથી બાળકોમાં પ્રિય બનેલા ‘છોટા ભીમ’ અને ‘બાલ હનુમાન’ની રાખડીઓએ નાના બાળકોમાં જબરૂં આકર્ષણ જમાવ્યું છે. ઉપરાંત જૂદા- જૂદા કાર્ટૂન કેરેકટર, સહિતની રાખડીઓની ડિમાન્ડ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. - નણંદ - ભાભીને બાંધશે ‘લુમ્બા’ રાજસ્થાનમાં નણંદ ભાભીને ‘લુમ્બા’ રાખડી બાંધે છે. એ રિવાજ હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી અમરેલીમાં પણ શરૂ થયો છે. જેમાં નણંદ - ભાઇની સાથે ભાભીને પણ રાખડી બાંધે છે. જેને લુમ્બા રાખડી કહેવાય છે. - કેવી રાખડીઓની ડિમાન્ડ ? આ વર્ષે કલકત્તીની રાખડી, સ્ટોન, રૂદ્રાક્ષ, ડાયમંડ, મ્યુઝીકવાળી રાખડી, ક્રિસ્ટલવાળી રેશમી સહિતની રાખડીઓની ડિમાન્ડ હોવાનું રાખડીના વેપારીએ જણાવ્યું હતું.