સાવરકુંડલામાં પોણો ઇંચ: ખાંભાના રબારિકા સાળવામાં ધોધમાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભાદરવામાં ચોમાસુ માહોલ જામ્યો : બપોર બાદ વાતાવરણમાં પલ્ટો : કાળા ડીબાંગ વાદળો ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યા અમરેલી જિલ્લામાં મેહુલીયાએ આજે પણ મહેર કરી હતી. સાવરકુંડલામાં બપોરબાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને પોણી કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત ખાંભા તાલુકાના રબારીકા અને સાળવામાં પણ ધોધમાર વરસાદ પડી જતા નદીનાળાઓ વહેવા લાગ્યા હતા. જિલ્લામાં બે દિવસથી મેઘરાજા મહેર કરી રહ્યાં હોય ખેડુતો અને લોકો ખુશખુશાલ થયા છે. ગઇકાલે રાત્રે પણ અમરેલીમાં અડધો ઇંચ તેમજ વડેરામાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધારીમાં તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. જો કે અન્યત્ર ક્યાંય પણ વરસાદના વાવડ મળ્યા ન હતા. અમરેલી શહેરમાં સવારથી જ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતું. પરંતુ વરસાદ ન પડતા લોકો નિરાશ થયા હતા. સાવરકુંડલામાં સવારથી જ વાતાવરણ બફારાવાળુ રહેતા સાંજે આકાશમાં વરસાદી વાદળો થયા હતા. અને પોણી કલાક વરસાદ વરસતા પોણો ઇંચ પાણી પડી જતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. ખાંભા તાલુકાના રબારિકા અને સાળવામાં પણ ધોધમાર વરસાદ તુટી પડયો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ભાદરવાના આ દિવસોમાં મેઘ રાજાની પાછોતરી પધરામણી થઇ રહી હોય તેમ આજે પણ બપોર પછી વાતવરમાં પલ્ટો આવતા હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા.