અમરેલી જિલ્લા પોલીસ તંત્રએ નકામા કારતૂસ દરીયામાં ફેંક્યાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં મુદત વિતેલા કારતુસનો નિકાલ કરાયો અમરેલી જીલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં પાછલા વર્ષો દરમીયાન એકઠા થયેલા મુદત વિતેલા અને વેસ્ટ કાતુgસનો ખડકલો જમા થયો હોય આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ સ્પીડબોટ મારફત મધદરીયે આ કારતુસનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી અમરેલી જીલ્લા પોલીસ વડા શોભા ભુતડાની સુચના મુજબ ડીવાયએસપી પી.એલ. પરમાર, આઇ.જી. શેખ તથા પી.એસ. રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. અમરેલી જીલ્લામાં જુદા જુદા પોલીસ મથકોમાં ૬૬૭૬ જેટલા નકામા કારતુસ એકઠા થઇ ગયા હતાં. પોલીસ બેડાની રાયફલોમાં વપરાતા આ કારતુસ મુદત વીતી ગયેલા અને ખરાબ થઇ ગયેલા હતાં. જેનો વિધીવત નિકાલ કરવાનો થતો હતો. આજે આ તમામ કારતુસની જુદા જુદા બોક્સમાં ભરી મરીન પોલીસ મથકેથી સ્પીડ બોટ મારફત મધદરીયે લઇ જવાયા હતાં અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ તમામ કારતુસ દરીયાના પાણીમાં વેરી દઇ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.