પ્લાસ્ટિક પ્રદૂષણથી પિસાતું તળાજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના બેફામ ઉપયોગથી ફેલાતું પ્રદૂષણ તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે દિવસે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગથી પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જા‍ઇ છે. પ્લાસ્ટીકનો ઉપયોગ કરી જ્યાં ત્યાં ફેંકી દેવાથી આ પ્રદુષણ વધ્યું છે. જેથી પ્રદુષણને હાનિકારક વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનાં ઉત્પાદન અને વેચાણ કરવા સામે પ્રતિબંધનું કડક અમલીકરણ કરાવવા અને તેને કારણે ગંદકી-રોગચાળો રોકવા પગલાં ભરવા જરૂરી બન્યું છે. તળાજા શહેર અને ગામડાઓમાં વર્તમાન સમયે દરેક રીતે પ્લાસ્ટિકનો વિવેકહીન ઉપયોગ અને તેનાં આડેધડ નિકાલમાં ગંભીર બેદરકારીને કારણે દરેક જગ્યાએ પ્લાસ્ટિક પ્રદુષણની સમસ્યા દિવસે દિવસે જટીલ બનતી જાય છે. હાલ યુઝ એન્ડ થ્રો પ્રકારનાં પ્લાસ્ટિકનાં વપરાશમાં દુધ, દહીં, મસાલા, નમકીન, પાણીના પાઉચ, ચાનાં કપ, પ્લાસ્ટિક ગ્લાસ, બોટલ, પ્લાસ્ટિક ઝબલા થેલી, કોથળીનો બેફામ વપરાશ ક્ર્યા પછી જ્યાં ત્યાં ફેંકી દેવાથી રસ્તા, ઉકરડા, ગટરો અને પાણીનાં ખાબોચીયામાં જ્યાં ત્યાં ભરાઇ જવાથી ગંદકી અને દુગ્ર્‍ાંધ ફેલાતા મચ્છરસર્જક પ્રદુષણથી રોગચાળો ફેલાય છે. ઉપરાંત એઠવાડનો કચરો, ફળફળાદીની છાલ, વાસી બગડેલા ખાદ્ય પદાર્થો, પ્લાસ્ટિકનાં ઝબલામાં ભરી જ્યાં ત્યાં ફેંકી દેવાથી ગંદકી ફેલાવાની સાથે તે ગાયો, ભુંડ, રખડતા ઢોરનાં પેટમા જતાં મોત થયાના બનાવો બને છે. ડીસ્પોઝલ પ્લાન્ટ અને કંમ્પોસ્ટ ખાતરની બનાવટમાં હાનીકારક પ્લાસ્ટિક ભળીને નુકસાન પેદા કરે છે. વેસ્ટ પ્લાસ્ટિકને જમીનમાં દાટી દેવાથી તેનોનાશ થતો નથી પણ જમીન વૃક્ષો છોડ ખેતી અને જળ સ્ત્રોતમાં પણ ગંભીર નુકસાન કરે છે. પ્લાસ્ટિકથી થતી હાનીને કારણે ૨૦ માઇક્રોનથી પાતળા અને વિવિધ પ્રકારે જોખમી જણાતા પ્રતિબંધીત પ્લાસ્ટીક બનાવટનાં ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સામે કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠી છે. - પ્લાસ્ટિકના નિકાલમાં સાવચેતી જરૂરી પોલીથીન બેગો, ઝબલા, પાઇપ વગેરેમાં વપરાતું પ્લાસ્ટીક એક જટિલ પોલીમરનું સંમિશ્રણ છે. તેનો જ્યાં ત્યાં ફેંકવાથી કે સળગાવીને નાશ કરવાનાં સમયે તેમાંથી ફીનાલ, ફાસ્જીન, હાઇડ્રોસાઇનાઇડ, ક્લોઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી ગેસ ઉદ્દભવે છે. જે શ્વસનતંત્ર, આંખો, ચામડી, હૃદય અને માંસ પેશીઓ સંબંધી બિમારી નોતરે છે. પ્લાસ્ટીકનો આડેધડ નિકાલ પર્યાવરણની સમતુલા ખોરવાય છે.