નર્મદા ડેમના વિકાસમાં કોંગ્રેસ સરકારે રોડાં નાંખ્યાનો માદીનો આક્ષેપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મુખ્યમંત્રીએ જાદુ સમ્રાટ કે. લાલને શ્રધ્ધાંજલી આપી : નર્મદા ડેમના વિકાસમાં કોંગ્રેસ સરકારે રોડાં નાંખ્યાનો આક્ષેપઅમરેલીમાં ગઇકાલે રાત્રી રોકાણ બાદ વિવેકાનંદ યાત્રા આજે સવારે બગસરામાં સવૉગી વિકાસ ટ્રસ્ટના મેદાન ખાતે આવી પહોંચી હતી. જ્યાં યાત્રાનું મોટર સાઇકલ રેલી અને ૫૧ અશ્વો સાથે ભાજપના કાર્યકરો દ્રારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જનમેદની સમક્ષ સંબોધન કરી પ્રથમ બગસરાના માવજીંજવાના વતની અને જાદુ સમ્રાટ કે.લાલને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. બાદમાં કોંગ્રેસને ખેડુત વિરોધી ગણાવી હતી.આ ઉપરાંત કોંગ્રેસ સરકારે નર્મદા ડેમના વિકાસ કામમાં રોડા નાખવાનું કામ કર્યું હોવાના પ્રહારો કર્યા હતા. બગસરાની પ્રાંત કચેરીનો પ્રશ્ન ઉકેલવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ દ્રારા પાકવીમા પ્રિમીયમમાં ઘટાડો, ખેડુતોને લોન પર વ્યાજમાફી, વીજબીલમાં ૫૦ ટકા માફીનો નિર્ણય કર્યો છે. યાત્રા દરમિયાન મુખ્યમંત્રી દ્રારા દરેક જિલ્લામાં જુદીજુદી જાહેરાતો કરવામાં આવી છે.પરંતુ અમરેલી જિલ્લા માટે કોઇ જાહેરાત ન કરતા લોકો નિરાશ થયા હતા. બગસરા નજીક આવેલા અને વિસાવદર તાલુકાના સાપર, સુડાવડ અને લુંઘીયા ગામોને બગસરા તાલુકામાં સમાવેશ કરવા અગાઉ સરપંચો દ્રારા રજુઆત કરવામાં આવી હતી. પરંતુ ત્રણેય ગામોને બગસરામાં સમાવેશ કરવાની કોઇ જાહેરાત ન થતા લોકો નિરાશ થયા હતા.બગસરામાં પ્રાંત કચેરી ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મુખ્યમંત્રીએ પ્રાંત કચેરીના પ્રશ્નથી વાકેફ હોવાનું જણાવી ઉકેલની ખાતરી આપી હતી. આ તકે રાષ્ટ્રીય મહિલા ભાજપ અધ્યક્ષ સ્મૃતિ ઇરાની, આર.સી.ફળદુ, પરશોતમભાઇ રૂપાલા, દિલીપભાઇ સંઘાણી, મનસુખભાઇ ભુવા, સંજયભાઇ ધાણક સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. બાદમાં વિવેકાનંદ યાત્રા કુંકાવાવ આવી પહોંચતા યાત્રાનું ભાજપના કાર્યકરો દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીનું ગળું બેસી ગયું હેાઇ તેમણે ભાષણ ટુંકાવ્યું હતું. મુખ્યમંત્રી અહી માત્ર સાત આઠ મિનીટ જ બોલતા લોકો નિરાશ થયા હતા.- મહિલાઓની સંપતિ પર સ્ટેમ્પ ડ્યુટી માફકુંકાવાવમાં મુખ્યમંત્રીએ બોલતા જણાવ્યું હતું કે મહિલાઓના નામે કોઇપણ પ્રોપર્ટી હશે તેને સ્ટેમ્પ ડયુટી માફ કરવાની જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત લોકોને આશા હતી કે મુખ્યમંત્રી કુંકાવાવ તાલુકો અલગ કરવાની જાહેરાત કરશે પરંતુ લોકો નિરાશ થયા હતા.- મેદાનમાંથી ગરીબોના ઝૂંપડા હટાવાતાં રોષબગસરામાં સવૉગી વિકાસ ટ્રસ્ટના મેદાનમાં ગેરકાયદે ઝુંપડા બાંધીને રહેતા ગરીબ લોકોના ઝુંપડા હટાવવામાં આવતા ગરીબ પરિવારો રોષે ભરાયા હતા. અને ગઇકાલે રાત્રે વિકાસયાત્રાના પોસ્ટરો ફાડી નાખ્યા હતા.- બગસરામાં ૪૦ કોંગી કાર્યકરોની અટકાયતબગસરામાં કુંકાવાવના નાકે મુખ્યમંત્રીનો કાળા વાવટા ફરકાવી અને સુત્રોચ્ચારો કરવાનો પ્રયાસ કરી રહેલા કોંગ્રેસના કાંતિભાઇ સતાસીયા, છગનભાઇ હિરાણી, વઘાસીયા, નાગભાઇ ધાધલ, અનકભાઇ વાળા, એ.વી.રીબડીયા, ભરતભાઇ ભાલાળા સહિત ૪૦ કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી.