જૂનાગઢમાં વૈચારિક ક્રાંતિનો ઉદય

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં દિવ્ય ભાસ્કર અને જિલ્લા પોલીસનાં સંયુક્ત ઉપક્રમે વોલ પેઇન્ટિંગ ‘મહોત્સવ’ આજે સંપન્ન થયો છે. એક સપ્તાહ પહેલાં કલાકારો માટે ‘તક’ અને શહેરીજનો માટે ‘કાંઇક નવું’ ગણાતો આ ફેસ્ટીવલ જેમ દિવસો વિત્યા તે સમગ્ર શહેરીજનોનો ઉમંગ વધારતો ગયો. એક સપ્તાહનાં અંતે તેને સ્વરૂપ મળ્યું ‘વૈચારિક ક્રાંતિનું’. આજે આ ફેસ્ટીવલ અંતર્ગત સર્વશ્રેષ્ઠ કલાકૃતિઓને ઇનામોથી નવાજવામાં આવી હતી.