બાબરામાં વીજશોક લાગતા ઢેલનું મોત : પક્ષી પ્રેમીઓમાં રોષ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાં આજે ચિતલરોડ પર ૧૧ કેવીના વીજતાર પર બેઠેલી એક ઢેલને વીજશોક લાગતા તે ફંગોળાઇને નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. આ વાતની જાણ થતા આસપાસ રહેતા રહિશો ત્યાં દોડી આવ્યાં હતાં. અને ઢેલને પાણીનો છંટકાવ કર્યો હતો. પરંતુ ઢેલનું મોત નિપજ્યું હતું. આ બારામાં વનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સાવરકુંડલા તાલુકાના ત્રણેક ગામોમાં આવી જ રીતે વજિ કરંટ લાગતા અનેક રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયા હતા. અને આ બારામાં પ્રકૃતપ્રેમીઓએ તંત્રને જાણ કરી હતી. ત્યારે તંત્ર દ્રારા વજિ વાયરોને પ્લાસ્ટિક કોટેડ કરી સુરક્ષિત કર્યા હતા. શહેરના ચિતલ રોડ પર આજે પસાર થતી ૧૧ કેવીની વજિ લાઇનમાં એક ઢેલ બેઠી હોય વજિશોક લાગતા તે ફંગોળાઇને નીચે પટકાઇ હતી. સેવાભાવી લોકોએ ઢેલને પાણીનો છંટકાવ કર્યો હતો. પરંતુ ઢેલ બચી શકી ન હતી. લોકોએ વનવિભાગને જાણ કરતા વનઅધિકારી સાહયા તેમજ ફોરેસ્ટર ગંભીરસિંહ ચુડાસમાં ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને ઢેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હતી.