૪૦૦ કરોડનાં ફીશરીઝ કૌભાંડમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજીનામું આપે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જૂનાગઢ શહેર કોંગ્રેસે ભ્રષ્ટશાસનનો મૃત્યુઘંટ કાર્યક્રમ યોજયો જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત રાજ્યનાં ભ્રષ્ટશાસનનો મૃત્યુ ઘંટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૪૦૦ કરોડનાં ફીશરીઝ કોંભાડને લઈ મુખ્યમંત્રીનાં રાજીનામાની માંગ કરી હતી.જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર, શંખનાદ, ઘંટનાદ સાથે અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લીલાભાઈ ખૂંટી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ ટાંક, મેયર લાખાભાઈ પરમાર, ડે.મેયર ગીરીશ કોટેચા, જશાભાઈ બારડ, ભાવેશ વેકરીયા, ચંદ્રીકાબેન ચૂડાસમા, શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભરત રાણીંગા, કોર્પોરેટર અલ્પાબેન ઉનડકટ સહિતનાં હાજર રહ્યાં હતાં. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા દશ વર્ષમાં હજારો એક્ટ ગૌચરની જમીન ઉદ્યોગપતીઓને પાણીનાં ભાવે આપી દીધી છે. પાક નિષ્ફળ જતા ખેડૂતો કાયમી આપઘાત કરી રહ્યા છે. તેઓને સહાય આપવામાં આવતી નથી. ગુજરાત સરકાર અબજો રૂપિયા વિવિધ ઉત્સવો પાછળ ખર્ચી રહી છે. મુખ્યમંત્રીનાં શાસનમાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત સરકારના ફીશરીઝ કૌભાંડમાં મુખ્યમંત્રીએ રાજીનામું આપવુ જોઈએ. - સામાન્ય લોકો અને નેતાઓના કાર્યક્રમમાં આવો ભેદભાવ ? આજે અધિક કલેક્ટરની ઓફીસ બીલખાનાં ગ્રામજનો આવેદનપત્ર આપવા આવ્યા હતા. આ લોકોએ ભારત માતાકી જય બોલાવતા તેમને બહાર જય બોલાવવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે આજે ઓફીસમાં અડધા કલાક બાદ કોંગ્રેસ રજુઆત કરવા માટે આવ્યું હતું. અહીંય સુત્રોચ્ચાર, શંખનાદ કર્યો હતો પરંતુ તેમને રોકવામાં આવ્યા ન હતા.