વેરાવળનાં ખારવા યુવાનનું દીવનાં દરીયામાં ડૂબી જતા મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં હર્ષ મનીષભાઇ ખોરાબા, તેજસ રમેશભાઇ કુહાડા સહિતનાં ખારવા સમાજનાં યુવાનો આજે દીવ ખાતે ફરવા આવ્યાં હતાં અને સાંજનાં સુમારે નાગવા બીચ ખાતે દરીયામાં નહાવાની મોજ માણી રહયા હતાં ત્યારે તોતીંગ મોજુ હર્ષને તાણી ગયું હતું અને ઉંડા પાણીમાં ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. જ્યારે આ દ્રશ્ય નિહાળી તેજસ બેભાન બની ગયો હતો. સાથે રહેલા અન્ય યુવાનોએ હર્ષ અને તેજસને દીવ હોસ્પિટલ ખાતે લઇ ગયાં હતાં પરંતુ ફરજ પરનાં તબીબે ઊના લઇ જવાનું કહેતાં ઊના હોસ્પિટલ ખાતે લઇ આવ્યાં હતાં. જ્યાં ફરજ પરનાં તબીબે હર્ષને મૃત જાહેર કર્યો હતો જ્યારે તેજસને પ્રાથમિક સારવાર આપતાં તે ભાનમાં આવી ગયો હતો.