મોત ગમે ત્યારે અને ગમે ત્યાંથી ત્રાટકી શકે, આ છે પૂરાવો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સુપાસી ગામે ટ્રક રીપેર કરતા વૃદ્ધ પર પાટિયું પડતાં મોત - ડ્રાઇવર સાઇડનું પાટિયું બરાબર માથા પર જ ઝીંકાયું વેરાવળ તાલુકાનાં ચાંડુવાવનાં લુહાર વૃદ્ધ ગઇકાલે સુપાસી ગામે એક ટ્રક રીપેર કરતા હતા એ વખતે ડ્રાઇવર સાઇડનું પાટિયું તેમનાં માથા પર વાગ્યું હતું. તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. પરંતુ તે કારગત નીવડી નહોતી અને તેઓએ દમ તોડી દીધો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વેરાવળ તાલુકાનાં ચાંડુવાવ ગામે રહેતા દુર્લભજીભાઇ શામજીભાઇ લુહાર (ઉ. ૬૦) લુહારી કામનો ધંધો કરે છે. ગઇકાલે ચાંડુવાવ ગામે એક ટ્રકમાં થોડું રીપેરિંગ કામ હોઇ તેઓ ત્યાં ગયા હતા. અને બપોરે ૪ વાગ્યાનાં અરસામાં રીપેરિંગ કામ વખતે જ ડ્રાઇવર સાઇડનું પાટિયું અચાનક જ ખુલી જતાં તે સીધું જ દુર્લભજીભાઇનાં માથા પર ટીચાયું હતું. આથી લોહીલુહાણ હાલતમાં તેમને વેરાવળનાં સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની તપાસ પ્રભાસ પાટણ પોલીસ ચલાવી રહી છે.